fbpx

કિસિંગ પ્રકરણમાં અતુલ પુરોહિતે કહ્યું- જે પ્રેમ કરવો હોય તે ઘરે કરો, જાહેરમાં સારું ન લાગે…

Spread the love
કિસિંગ પ્રકરણમાં અતુલ પુરોહિતે કહ્યું- જે પ્રેમ કરવો હોય તે ઘરે કરો, જાહેરમાં સારું ન લાગે...

વડોદરામાં છેલ્લાં 2 દિવસથી જાહેરમાં ચુંબનના વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને કારણે આખુ ગુજરાત ગુસ્સામાં છે. સાધુ સંતો પણ વિરોધ કરી રહ્યા છે. છેલ્લાં 2 દિવસમાં 3 વીડિયો વાયરલ થયા છે.

વડોદરામાં યુનાઇટેડ વેમાં લગભગ 36 વર્ષથી ગરબા ગાતા અને તારા વિના શ્યામ મને એકલડું લાગે ગીત શોધનાર અતુલ પુરોહિતે કિસીંગની ઘટના વિશે મીડિયા સાથે વાત કરી છે. પુરોહિતે કહ્યુ કે, આવી ઘટનાઓથી સંસ્કારી નગરી વડોદરાને લાંછન લાગી રહ્યું છે.

તેમણે કહ્યુ કે, તમારે જેટલો પ્રેમ કરવો હોય તે ઘરે કરો, જાહેરમાં આવું સારું લાગતું નથી. તમારા એક ક્ષણની રીલ માટે આખું ગ્રાઉન્ડ, ખેલૈયા, વડોદરા બધા બદનામ થાય છે. એટલીસ્ટ માતાજીની તો આમન્યા રાખો.

error: Content is protected !!