fbpx

ભારતીય ટીમે પાકિસ્તાની મિનિસ્ટરની એવી આબરૂ કાઢી કે મોંઢુ બતાવવા જેવો ન રહ્યો નકવી

Spread the love
ભારતીય ટીમે પાકિસ્તાની મિનિસ્ટરની એવી આબરૂ કાઢી કે મોંઢુ બતાવવા જેવો ન રહ્યો નકવી

ભારતીય ટીમે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાની ટીમને 5 વિકેટથી હરાવી દીધી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 146 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે અંતિમ ઓવરમાં ટારગેટ ચેઝ કરી લીધો. મેચ બાદ ખૂબ હોબાળો થયો. આખરે ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને તેની પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ હતું.

એશિયા કપ ચેમ્પિયન ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાની મંત્રી મોહસીન નકવી પાસેથી વિજેતાની ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. પુરસ્કાર સમારોહ શરૂ થાય તે પહેલાં નકવી એક તરફ ઉભો હતો અને ભારતીય ખેલાડીઓ 15 યાર્ડની અંદર ઉભા હતા. તેણે પોતાની જગ્યાએથી હટવાનો ઇનકાર કરી દીધો, જેના કારણે સમારોહમાં વિલંબ થયો હતો.

Team India

માનવામાં આવે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટે પૂછ્યું કે વિજેતાની ટ્રોફી કોણ આપશે અને ACCમાં પરસ્પર વાતચીત શરૂ થઈ કારણ કે તેમને ખબર હતી કે ભારતીય ટીમ નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે. નકવી સ્ટેજ પર આવ્યા બાદ પ્રેક્ષકોમાં રહેલા ભારતીય ફેન્સે ભારત માતા કી જયના નારા લગાવવા લાગ્યા. નકવી જેવો જ સ્ટેજ આવ્યો, તેને કહી દેવામાં આવ્યું કે ભારતીય ટીમ નકવી પાસેથી ટ્રોફી નહીં લે અને જો તેઓ બળજબરી કરવાનો પ્રયાસ કરશે તો સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવશે. નકવી રાહ જોતો રહ્યો અને અચાનક આયોજકોમાંથી કોઈ ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી લઈ ગયું.

બીજા એક નાટકીય ઘટનાક્રમમાં મેચ સમાપ્ત થયાના એક કલાક બાદ પણ પાકિસ્તાની ટીમ ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવી નહોતી. માત્ર PCB ચેરમેન નકવી એકલો ઉભો રહીને  શરમ સહન કરતો રહ્યો. લગભગ 55 મિનિટ બાદ જ્યારે પાકિસ્તાની ટીમ બહાર આવી, ત્યારે ભીડે ભારત… ભારત…ના નારા લગાવ્યા. પાકિસ્તાની ખેલાડીઓને લઇને ખૂબ બૂ કર્યું. ફાઇનલ અગાઉ પણ એવી અટકળો ચાલી રહી હતી કે જો ભારતીય ખેલાડીઓ જીતે છે તો નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને તેમના દેશના ગૃહમંત્રી પણ છે અને ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. ભારતીય ટીમે પાકિસ્તાનના કોઈ પણ ખેલાડી સાથે હાથ ન મળાવવાની અને મેદાનની બહાર કોઈ પણ પ્રકારની વાતચીત ન કરવાની નીતિ અપનાવી છે.

Team India

નકવીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પ્લેન ક્રેશનો ઇશારો કરતા ગોલની ઉજવણી કરી હતી. પાકિસ્તાનનો વિવાદાસ્પદ ફાસ્ટ બોલર હરિસ રઉફે પણ 21 સપ્ટેમ્બરના રોજ ભારત સામેની સુપર-4 મેચ દરમિયાન આ જ ઉશ્કેરણીજનક હરકત કરી હતી, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

error: Content is protected !!