
રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં VIP સીટના મામલે મોટી બબાલ થઇ હતી અને 3ને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની ફરજ પડી હતી.
રાજકોટના ACP બીએમ ચૌધરીએ કહ્યુ હતું કે, ખોડલધામના નોર્થ ઝોનના ગરબામાં કોઇ VVIP આવવાના હતા એટલે એક સીટ પર બેઠેલા મહેકગીરી ગોસ્વામીને કાર્યકરોએ વિનંતી કરી હતી કે તેઓ પાછળની સીટ પર બેસી જાય. મહેક ગીરી માન્યા નહોતા અને ખોડલધામના કાર્યકરો પર હુમલો કરી દીધો હતો. જેમા મૌલિક પરસાણા, હરિભાઇ સોરઠીયા અને અશોક ફળદુ પર હુમલો કરી દીધો હતો. ત્રણેયને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
હરિભાઇ સોરઠીયા એ પોપટ લાખાના પૌત્ર થાય છે. અનિરુદ્દ સિંહ જાડેજાએ પોપટ લાખાની હત્યા કરી હતી અ હરિ સોરઠીયાએ અનિરુધ્ધની સજા માફી રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

