fbpx

કોઈને કહ્યા વગર અચાનક ગાયબ થઇ ગઈ વહુ… સાસરિયાઓ ગયા જેલમાં, બે વર્ષ પછી જીવતી મળી!

Spread the love
કોઈને કહ્યા વગર અચાનક ગાયબ થઇ ગઈ વહુ... સાસરિયાઓ ગયા જેલમાં, બે વર્ષ પછી જીવતી મળી!

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં, બે વર્ષ પહેલાં દહેજ હત્યા કેસમાં મૃત માનવામાં આવેલી એક પરિણીત મહિલા જીવતી મળી આવી છે. લગ્ન પછી રહસ્યમય રીતે ગાયબ થયેલી આ મહિલાને પોલીસે મધ્યપ્રદેશમાં સલામત અને સ્વસ્થ હાલતમાં શોધી કાઢી છે. પિયરીયાના પરિવારે તેના ગાયબ થઇ જવા પર પતિ અને છ સાસરિયાઓ સામે કેસ દાખલ કર્યો હતો. હવે, મહિલાના જીવિત મળવાથી કેસનું પાસું પલટી શકે છે અને કોર્ટ પર તેની ખુબ મોટી અસર પડી શકે છે.

ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં, અહીં બે વર્ષ પહેલાં મૃત માનવામાં આવેલી મહિલાના પ્યાર પક્ષ તરફથી દહેજ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે હવે તે જ મહિલા જીવતી સહી સલામત મળી આવી છે. પોલીસે તેને મધ્યપ્રદેશમાંથી શોધી કાઢી છે.

કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ પઢ઼િનની મદૈયાની રહેવાસી 20 વર્ષીય મહિલાના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલાં થયા હતા. લગ્નના થોડા સમય પછી જ તે રહસ્યમય સંજોગોમાં તેના સાસરિયાના ઘરેથી અચાનક કોઈને કહ્યા વગર ગાયબ થઈ ગઈ હતી.

જ્યારે ખુબ શોધખોળ કર્યા પછી પણ મહિલાનો કોઈ પત્તો ન લાગ્યો, ત્યારે મહિલાના માતાપિતાએ 23 ઓક્ટોબર, 2023ના રોજ ઔરૈયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પરંતુ, ઘણા લાંબા સમય સુધી તેની કોઈ ખબર ન મળવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. પિયર પક્ષના પરિવારને દહેજ હત્યાનો કેસ હોવાની શંકા વ્યક્ત કરી હતી, અને કોર્ટના આદેશ પર, ઔરૈયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પતિ સહિત છ સાસરિયાઓ વિરુદ્ધ કલમ 498A, 304B અને DP એક્ટની 3/4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

સમગ્ર કેસની તપાસ CO, સિટી ઔરૈયા દ્વારા કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સર્વેલન્સ ટીમોને સક્રિય કરવામાં આવી હતી, અને સતત પ્રયાસો કર્યા પછી, ગુમ થયેલી મહિલા મધ્યપ્રદેશમાં હોવાનું મળી આવ્યું હતું.

Woman-Alive

પોલીસ ટીમે કાર્યવાહી કરી અને તેને મધ્યપ્રદેશથી સુરક્ષિત અને સહી સલામત હાલતમાં શોધી કાઢી. હાલમાં તેને ઔરૈયા લાવવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સદર સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, મહિલા લગભગ બે વર્ષ પહેલા ગુમ થઈ હતી. પિયરીયાના પરિવારે દહેજ મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટના આદેશ પર, સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ ચાલી રહી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સર્વિલાન્સની મદદથી, મહિલાને મધ્યપ્રદેશથી જીવતી અને સહી સલામત રીતે પછી લઇ આવવામાં આવી હતી.

આગળની કાનૂની પ્રક્રિયાઓ પુરી કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે, જે મહિલાને મૃત માનવામાં આવી હતી અને તેના પર હત્યાનો કેસ ચાલી રહ્યો હતો તે જીવંત હોવાનું બહાર આવ્યું છે. આ મહિલાના જીવતા મળી આવવાને કારણે આખા કેસનું પાસું પલટી શકે છે અને કોર્ટ પર તેની ખુબ મોટી અસર પડશે તે નિશ્ચિત છે.

error: Content is protected !!