
અરબ સાગરમાં 3 ઓક્ટોબરે સવારે 11-30 વાગ્યે સર્જાયેલું શક્તિ વાવાઝોડું 6 ઓકટોબરે યુ-ટર્ન લઇને ગુજરાત તરફ આવશે.ભારતના હવામાન વિભાગે કહ્યુ કે, શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ યુ-ટર્ન મારશે. વાવાઝોડું ઉત્તર પશ્ચિમ અને તેની અડીને આવેલા પશ્ચિમ મધ્ય અરબ સાગર પર કેન્દ્રીત છે. પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
દ્વારકાથી લગભગ 770 કિ.મી દુર છે. હવામાન વિભાગનું કહેવું છે કે 7 ઓકટોબરે સવાર સુધીમાં શક્તિ વાવાઝોડું ગુજરાત આવશે, પણ રાહતની વાત એ છે કે ગુજરાત આવતા સુધીમાં શક્તિની શક્તિ ઘટી જશે અને સાવ નબળું પડી જશે એટલે નુકશાન થવાની શક્યતા બહુ ઓછી છે.
જો કે 8 ઓક્ટોબરે દ્રારકા, જામનગર, પોરબંદર, સુરત,નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડશે
