
સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અમરોલી અને કોસાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 3 નકલી ઘીની ફેકટરી પકડી પાડી છે. પોલીસે 10000 કિલો જપ્ત કરી લીધું છે અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપી બનાસકાંઠાની ડીસાના હોવાનું પોલીસે કહ્યું છે.
આ ચારેય આરોપીનું આ ત્રણેય ફેકટરીમાં કનેકશન હતું. SOG PI અતુલ સોનારાએ કહ્યું કે, નકલી ઘીમાં દુધ સામેલ જ નહોતું કરવામાં આવ્યું. તેમાં પામોલીન તેલ અને કોરમ નામનું કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું અને ઘીને દાણાદાર અને સુગંધીયુક્ત બનાવવા માટે SS નામનું કેમિકલ ભેળવવામાં આવતું હતું. ઘીનો ઓરિજનલ દેશી ઘી જેવો પીળો કલર લાવવા માટે હળદરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
