fbpx

રોહિત શર્માએ 13 વર્ષ અગાઉ ગિલને લઈને કરી હતી ભવિષ્યવાણી, પોસ્ટ વાયરલ

Spread the love
રોહિત શર્માએ 13 વર્ષ અગાઉ ગિલને લઈને કરી હતી ભવિષ્યવાણી, પોસ્ટ વાયરલ

ગયા રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ચિફ સિલેક્ટર અધ્યક્ષ અજીત અગરકરે શુભમન ગિલને વન-ડેનો કેપ્ટન બનાવવાની જાહેરાત કરી. તેની સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. જો કે, BCCIનો આ નિર્ણય ચોંકાવનારો હતો, કારણ કે રોહિતે ભારતના વન-ડે કેપ્ટન તરીકે કોઈ ભૂલ કરી નહોતી. જોકે, BCCI પાસે તેના કારણો હતા. તેમનો તર્ક સ્પષ્ટ હતો કે, તેઓ 2027ના વર્લ્ડ કપ માટે ગિલને તૈયાર કરવા માગતા હતા. જોકે, રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી દૂર કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. બધી પોસ્ટ્સ, પ્રશ્નો અને અટકળો વચ્ચે રોહિત શર્માના એકાઉન્ટમાંથી 13 વર્ષ અગાઉ કરવામાં આવેલી પોસ્ટ વધુ ચર્ચામાં આવી ગઈ.

rohit

‘હિટમેન’ની 13 વર્ષ જૂની પોસ્ટ ફરીથી વાયરલ થઈ છે. તે પોસ્ટમાં રોહિતે લખ્યું હતું કે, ‘End of an era (45) and the start of a new one (77)…’ ફેન્સે તરત જ આ પોસ્ટને રોહિતના જર્સી નંબર (45) અને તેના ઉત્તરાધિકારી શુભમન ગિલના જર્સી નંબર (77) સાથે જોડી દીધી. આ સંયોગથી સોશિયલ મીડિયા પર બધાને આશ્ચર્ય થયું, અને ઘણાને આશ્ચર્ય થયું કે શું રોહિતે 2012માં જ 2025ની કેપ્ટન્સીમાં બદલાવની ભવિષ્યવાણી કરી દીધી હતી?

જોકે, આ પોસ્ટ પાછળનું સત્ય એ છે કે તે સમયે રોહિત પોતે પોતાનો જર્સી નંબર 45-77 બદલી રહ્યો હતો. 26 વર્ષીય શુભમન ગિલ હવે સત્તાવાર રીતે 2 ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ સાંભળી ચૂક્યો છે. રોહિતની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેના પ્રથમ અભિયાનમાં તેણે ઇંગ્લેન્ડમાં એન્ડરસન-તેંદુલકર ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ કર્યું. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ખૂબ અનુભવી માર્ગદર્શક ન હોવા છતા સીરિઝ 2-2 થી ડ્રો કરાવી.

ગિલ હવે ઓસ્ટ્રેલિયામાં પોતાની વન-ડે કેપ્ટન્સીની સફર શરૂ કરશે. ટીમ 19 ઓક્ટોબરે પર્થમાં પહેલી મેચ રમશે. ગિલના કેપ્ટન તરીકેના ડેબ્યૂ અંગે ઉત્સાહિત લોકોમાં આરોન ફિન્ચ પણ સામેલ છે. તેનું માનવું છે કે રોહિત અને કોહલીનો સાથ મળવાથી 26 વર્ષીય ખેલાડીને ખૂબ પ્રોત્સાહન મળશે. વન-ડે કેપ્ટન બન્યા બાદ ગિલ હવે વર્લ્ડ કપ પર નજર રાખી રહ્યો છે. ભારત વર્લ્ડ કપ અગાઉ લગભગ 20 વન-ડે મેચ રમશે, અને ગિલનું લક્ષ્ય દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવાનું છે.

ભારતની 15 સભ્યોની વન-ડે ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર (ઉપ-કેપ્ટન), અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જાયસ્વાલ.

gill2

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ

19 ઓક્ટોબર: પહેલી વન-ડે, પર્થ

23 ઓક્ટોબર: બીજી વન-ડે, એડિલેડ

25 ઓક્ટોબર: ત્રીજી વન-ડે, સિડની

29 ઓક્ટોબર: પહેલી T20, કેનબેરા

31 ઓક્ટોબર: બીજી T20, મેલબર્ન

2 નવેમ્બર: ત્રીજી T20, હોબાર્ટ

6 નવેમ્બર: ચોથી T20, ગોલ્ડ કોસ્ટ

8 નવેમ્બર: પાંચમી T20, બ્રિસ્બેન.

error: Content is protected !!