
ડાયમંડ ઉદ્યોગાં વર્ષોની પરંપરા છે કે દિવાળીના તહેવારમાં ઉદ્યોગમા 21થી 25 દિવસનું વેકેશન રહેતું હોય છે. છેલ્લાં 3 વર્ષથી મંદી અને ડોનાલ્ડ ટ્ર્મ્પના ટેરીફને કારણે આ વખતે દિવાળી વેકેશન લાંબુ રહેવાની ધારણા હતી, પરંતુ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં તેજીને કારણે વેકેશન ટુંકુ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.
લેબગ્રાન ડાયમંડ ઉદ્યોગમાં સ્થાનિક લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે સારી માંગી નિકળી છે એટલે જે રત્નકલાકારો નેચરલ ડાયમંડની મંદીને કારણે બેરોજગાર થઇ ગયા હતા તેમને કામ મળી ગયું છે. આ વખતે લેબગ્રોન ડાયમંડની તેજી ન હોત તો રત્નકલાકારોની આ દિવાળી ભારે કફોડી રહેતે.
સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યુ કે, મોટા ભાગના કારખાનામાં 7થી 10 દિવસનું વેકેશન જાહેર કરાયું છે, પરંતુ રત્નકલાકારો વતનથી આવવામાં 15-20 દિવસ કાઢી નાંખશે.
