fbpx

Credence Ecofiber Pvt. Ltd. દ્વારા કેમિકલ વેસ્ટ ડમ્પિંગથી વરેઠી ગામમાં આરોગ્ય અને પર્યાવરણની સમસ્યા

Spread the love

Credence Ecofiber Pvt. Ltd. દ્વારા કેમિકલ વેસ્ટ ડમ્પિંગથી વરેઠી ગામમાં આરોગ્ય અને પર્યાવરણની સમસ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરેઠી ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવ, ગંદકી અને Credence Ecofiber Pvt. Ltd. દ્વારા કેમિકલ વેસ્ટ ડમ્પિંગથી વરેઠી ગામમાં  થતી પર્યાવરણીય અને આરોગ્ય સમસ્યાઓ અંગે તાત્કાલિક તપાસ કરી નિરાકરણ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા અંગેની રજૂઆત જિલ્લા કલેક્ટર અને જીપીસીબીના રીજનલ ઓફિસરને દર્શનકુમાર એ.નાયક, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઇ છે.  

રજૂઆતમાં જણાવાયું છે કે  વરેઠી ગામ, માંડવી તાલુકા, સુરત જિલ્લામાં આવેલું આ નાનું ગામ છે, જ્યાંની વસ્તી આશરે 3000 છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત જીવન જીવે છે અને ગામના લોકો  શાંત સ્વભાવના છે  તેમજ પંચાયતના નિયમિત કરાવેરા ભરતા આવેલ છે , પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગામના લોકોની  હાલત ખૂબ જ દયનીય બની પડી છે. ગામના નાગરિકો અને સ્થાનિક આગેવાનો દ્વારા સરપંચ અને વહીવટી તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. જેના કારણે ગામના લોકોનું જીવન જીવવાઉ  દુષ્કળ બની જવા પામેલ છે. ગામના લોકો જે સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહેલ છે. 

ગામની નજીકના મોલવણ ગામમાં આવેલી Credence Ecofiber Pvt. Ltd. નામની ખાનગી કંપની દ્વારા ખરાબ કેમિકલયુક્ત વેસ્ટને વરેઠી ગામના પ્રવેશદ્વાર પહેલા  બંને બાજુએ ફેંકવામાં આવે છે. આના કારણે ડામણવારો રસ્તો પણ દેખાતો નથી અને ગામના લોકોને ત્વચા, શ્વાસની નળી અને પાચનતંત્ર સંબંધિત આરોગ્ય સમસ્યાઓ થઈ રહી છે.  

છેલ્લા 15 વર્ષથી ગામને પાકા રસ્તાનો લાભ મળ્યો નથી તેમજ ગામના અંદળ હળપતિ સમાજ થઈ ને માહ્યાવંશી સમાજના લોકોના ઉપયોગમાં આવતો મુખ્ય ઉપયોગી રસ્તા ઉપર Credence Ecofiber Pvt. Ltd. નામની ખાનગી કંપની દ્વારા વેસ્ટ કેમિકલ નાખવામાં આવતો હોવાને કારણે ખૂબ ગંદકી ફેલાઈ રહેલ છે અને દશ ફૂટનો પણ રસ્તો બચેલ નથી. આના કારણે ખેતીના સાધનો, પશુઓ અને રોજિંદા વસ્તુઓનું પરિવહન મુશ્કેલ બને છે, જે અમારી આર્થિક હાલતને વધુ ખરાબ કરે છે. 

આ અંગે ગામના સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. વધુમાં, સરકારી સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દા ઉઠાવ્યા હતા. જેની નકલ આ સાથે સામેલ રાખેલ છે. પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ થયું નથી. Credence Ecofiber Pvt. Ltd. વિરુદ્ધ તપાસ કરીને વેસ્ટ ડમ્પિંગ તત્કાલ બંધ  કરાવવામાં આવે તેમજ GPCB દ્વારા નિયમિત કરવામાં આવતા કંપનીના સ્થળ નિરીક્ષણ રિપોર્ટ અને EC શરતો અંગે તપાસ કરી Environment Protection Act, 1986 હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

error: Content is protected !!