9.jpg?w=1110&ssl=1)
કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરૂરે તાજેતરમાં એક આર્ટિકલ લખ્યો જેમાં તેમણે એવું કહ્યું કે, અમેરિકામાં રહેતા નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)ની દેશભક્તિ હવે કયાં ગઇ? ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરોધી નીતિ સામે આ NRI કેમ ચૂપ છે. થરૂરે લખ્યુ કે, અમેરિકામાં વસતા ભારતીયો CEO, કોંગ્રેસ મેન, અધિકારીઓ અથવા સૌથી પૈસા વાળા છે છતા ટ્રમ્પને સમજાવતા નથી.
શશી થરુરના આર્ટિકલથી હિંદુ અમેરિકન ફાઉન્ડેશનનના સહ સ્થાપક અને ડિરેક્ટર સુહેલ શુક્લ ગિન્નાયા છે અને તેમણે ધ પ્રિન્ટમાં આર્ટિકલ લખીને થરૂરને જવાબ આપ્યો છે. સુહેલ એક મહિલા છે અને ભારતમાં જન્મયા છે, પરંતુ અમેરિકા વસ્યા છે. સુહેલે કહ્યું કે, અમે ભારતના દલાલ નથી, ભારત અમને પુછીને પોલીસી નથી બનાવતું.

