fbpx

ગિલની પ્રશંસા તો ભારતીય ટીમને લઈને કહી મોટી વાત, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટનની હોશ ઉડાવી દેનારી ભવિષ્યવાણી

Spread the love
ગિલની પ્રશંસા તો ભારતીય ટીમને લઈને કહી મોટી વાત, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટનની હોશ ઉડાવી દેનારી ભવિષ્યવાણી

ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી 3 વન-ડે અને 5 T20 મેચ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હોય ત્યારે ક્રિકેટ ફેન્સ તેને લઈને ઉત્સાહિત હોય છે. 4 ઓક્ટોબરના રોજ BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને વન-ડે કેપ્ટન તરીકે નિયુક્ત કરીને અગરકરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેના પર પૂર્વ ક્રિકેટરો પોતાના વિચારો શેર કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચે ભારતીય ટીમને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.

finch

ફિન્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી વન-ડે સીરિઝ બાબતે કહ્યું કે, ‘આ એક જબરદસ્ત સીરિઝ બનવા જઈ રહી છે. ગિલ ભારતના નવા વન-ડે કેપ્ટન હશે. રોહિત અને વિરાટ સીરિઝનો ભાગ હશે; ફેન્સ તેમને જોવા માટે ઉત્સુક છે. વિરાટે હંમેશાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. કાગળ પર જોવા જઈએ તો બંને ટીમોમાં એકથી એક ચઢિયાતા ખેલાડીઓ છે, પરંતુ મારું માનવું છે કે ઓસ્ટ્રેલિયા 2-1થી સીરિઝ જીતશે.’

ગિલની કેપ્ટન્સીને લઈને તેણે કહ્યું કે, ‘શુભમન ગિલ પહેલા જ બતાવી ચૂક્યો છે કે તે T20 અને IPLમાં એક શાનદાર કેપ્ટન રહી ચૂક્યો છે. ખાસ કરીને તેણે જે રીતે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પ્રદર્શન કર્યું. તે એક સારો ટેસ્ટ કેપ્ટન છે. એટલે મને અપેક્ષા છે કે આ ટૂર્નામેન્ટ અલગ હશે. તે એક શાનદાર ખેલાડી છે, ખાસ કરીને જે રીતે તેણે સીમિત ઓવરોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. તમામ ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવું તેના માટે એક મોટો પડકાર હશે.’

rohit

ફિન્ચે વધુમાં કહ્યું કે, ‘જો ઇંગ્લેન્ડના પ્રવાસની વાત કરીએ તો ગિલ પાસે સલાહ માટે ઘણા વધુ વિકલ્પો નહોતા, છતા તેણે શાનદાર કામ કર્યું. ટીમમાં રોહિત અને કોહલી જેવા અનુભવી ખેલાડીઓ હોવાથી ગિલને સારો સપોર્ટ અને માનસિક શાંતિ મળશે. બંને પાસે મેદાન પર અને બહાર શાનદાર અનુભવ છે. તેને ખબર છે કે કેવી રીતે મેનેજ કરવાનું છે, કારણ કે બંને જ લાંબા સમયથી રમે છે.’

error: Content is protected !!