
જૂનાગઢ એક આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના કાપડના વેપારીઓ જેઓ 74 વર્ષના છે અને તેમનું નામ પ્રેમજી પટેલ છે. પ્રેમજીભાઇ જ્યારે તેમની દુકાને બેઠા હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો અને તેમાં RTOની લિંક હતી. પટેલને એમ કે રાજકોટની મુલાકાત વખતે ટ્રાફીક ભંગ માટે E નોટીસ આવી હશે એમ માનીને તેમણે લિંક ડાઉનલોડ કરી લીધી.
લિંક ડાઉનલોડ કરતાની સાથે જ તમનો ફોન હેક થઇ ગયો અને તેમના બેંક ખાતામાંથી 4 જુદા જુદા ટ્રાન્ઝેકશો દ્વારા 14.36 લાખ રૂપિયા ઉપડી ગયા. તેમણે તાત્કાલિક પોતાનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું અને રાષ્ટ્રીય સાયબર હેલ્પ લાઇન 1930 પર ફરિયાદ પણ નોંધાવી અને જૂનાગઢ રેન્જમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી છે.

