fbpx

પ્રાંતિજના વદરાડ ખાતે રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫ અંતર્ગત કૃષિ વિકાસ દિન -2025ની ઉજવણી કરાઈ

Spread the love

સાબરકાંઠા જિલ્લામા વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાંતિજના ઉમા સમાજવાડી વદરાડ ખાતે  રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫ અન્વયે કૃષિ વિકાસ દિન -૨૦૨૫ની ઉજવણી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતમા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના  કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
 
આ કાર્યક્રમમા ટ્રેક્ટર સહાય, મશીનરી, ખેત બિયારણ, સ્માર્ટફોન, રોટાવેટર, પશુપાલન તેમજ બાગાયત વિભાગની  વિવિધ યોજનાના લગભગ ૫૦૦૨ જેટલાં  લાભાર્થીઓને અંદાજે રૂ. ૨૦ કરોડ જેટલી સહાય ચૂકવાઈ હતી.  તેમજ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા શ્રેષ્ઠ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા


આ અવસરે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસ સપ્તાહના માધ્યમથી અનેક લોકકલ્યાણકારી યોજનાઓને ગ્રામ્ય સ્તરે પહોંચાડીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને પીએમ કિસાન યોજના, અકસ્માત વીમા યોજના સહિત અનેક યોજનાઓ અસરકારક રીતે અમલમાં છે.તેમણે વધુમાં કહ્યું કે, આજના સમયમાં પ્રાકૃતિક ખેતી સમયની અગત્યની માંગ છે. દરેક ખેડૂત પોતાના ખેતરના નાના ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાય અને સ્વસ્થ ઉત્પાદન થાય—તેવું અનુરોધ તેમણે ખેડૂત ભાઈઓને કર્યો હતો.


આ પ્રસંગે કૃષિ વિભાગના અધિકારીએ ખેડૂતોને રવિ પાક માટેની તૈયારી, માટીની આરોગ્ય ચકાસણી, પ્રાકૃતિક ખેતીના ફાયદા તથા નવીન કૃષિ તકનીકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને વિવિધ કૃષિ સાધનો તથા ખાતર-બીજ સહાય યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી..


આ કાર્યક્રમમા  જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી આયુષી જૈન, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી,વિવિધ પ્રદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!