fbpx

ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદા મંત્રી મંડળના વિસ્તરણની તારીખ ફાઇનલ!

Spread the love

ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદા મંત્રી મંડળના વિસ્તરણની તારીખ ફાઇનલ!

ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાના મંત્રી મંડળ વિસ્તરણની તારીખ  ફાઇનલ થઇ ગઇ હોવું જાણવા મળી રહ્યું છે. દિવાળી પહેલા નવા ચહેરાને સ્થાન મળશે અને કેટલાંકને પડતા મુકાશે. મતલબ કે કેટલાંકની દિવાળી બગડવાની છે અને કેટલાકની દિવાળી સુધરી જવાની છે. જે લોકોને અંદર ખાને ખબર પડી ગઇ છે કે તેમના પત્તા કપાવવાના છે તેમના ચહેરા તો અત્યારથી પડી ગયા છે.

જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તારણ 16 ઓકટોબરને ગુરુવારના દિવસે થશે. મતલબ કે દિવાળીના તહેવારો અગિયારસથી શરૂ થાય તેના એક દિવસ પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ જાહેર થઇ શકે છે.

ગુજરાત વિધાનસત્રા 2022ની ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલને જ્યારે ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેમણે 16 મંત્રીઓની પસંદગી કરી હતી એ પછી સતત વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે.

error: Content is protected !!