
ICC 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, શુભમન ગિલને ભારતના નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, રોહિત શર્મા પાસેથી અચાનક ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. રોહિત શર્મા હવે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ વન ડે ક્રિકેટમાં રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે તક આપવામાં આવી છે. ભારતના બે મહાન ODI બેટ્સમેન, વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ બની રહ્યું છે. જ્યારે 51 ODI સદી ફટકારનાર વિરાટ કોહલી હજુ પણ 2027 વર્લ્ડ કપમાં રમશે, તે હજુ પણ કંઈક અંશે શક્ય લાગે છે, પરંતુ તે અંગે રોહિત શર્મા માટે કહેવું મુશ્કેલ ભર્યું લાગે છે. ચાલો જોઈ લઇ એ કે એવા તે કયા કારણો છે જેને કારણે રોહિત શર્માનું 2027ના વર્લ્ડ કપમાં ભાગ લેવાનું લગભગ અશક્ય છે.

40 વર્ષની ઉમર: 2027નો ICC ODI વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. ત્યાં સુધીમાં રોહિત શર્મા 40 વર્ષ અને છ મહિનાનો થઈ જશે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ફિટનેસ, માનસિક અને શારીરિક શક્તિ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટના દબાણનો સામનો કરવા માટે પૂરતો સાથ આપશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં, રોહિત શર્માએ બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. પરંતુ સવાલ એ છે કે શું 40 વર્ષની ઉંમરે ‘હિટમેન’ માટે આ સરળ રહેશે. 2027ના વર્લ્ડ કપમાં તેનું રમવું લગભગ અશક્ય હોવાનું સૌથી મોટું કારણ રોહિત શર્માની ઉંમર છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ ઓછી મેચ: રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તે ફક્ત ODI ક્રિકેટ સાથે જ જોડાયેલો છે. આ દિવસોમાં, ODI મેચોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રોહિત શર્મા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકી રહેવું એક મોટો પડકાર છે. ટીમ ઇન્ડિયા 2027 વર્લ્ડ કપ પહેલા ગણતરીની ફક્ત 20 ODI જ રમશે, આવી સ્થિતિમાં રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની રમત દેખાડવાનો વધુ મોકો મળશે નહીં. રોહિતે પોતાની ફિટનેસ પર સારી રીતે કામ કર્યું છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, પરંતુ નિયમિત ફિટનેસ અને મેચ-વખતનું ફિટનેસ એ વચ્ચે ઘણો તફાવત છે. 2027 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્મા જે ODI મેચ રમશે તેમાં નોંધપાત્ર અંતર હશે. પરિણામે, રોહિત શર્માનું વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન અધૂરું રહી શકે છે.

નવા ઓપનરોના વધતા કદનું દબાણ: ભારતમાં હાલમાં પ્રતિભાશાળી બેટ્સમેનોનો ઘણો મોટો ભંડાર છે. સ્પર્ધા સતત વધી રહી છે, અને એક એકથી ચઢિયાતા વિસ્ફોટક બેટ્સમેન ટીમ ઇન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યા છે. અભિષેક શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેન ભારતના કાયમી ODI ઓપનર બનવા માટે તૈયાર છે. તેથી ODI ટીમમાં રોહિત શર્માનું ઓપનિંગ સ્થાન જોખમમાં છે. 38 વર્ષની ઉંમરે, ઓપનર તરીકે રોહિત શર્માની ભારતની ODI ટીમમાં રહેવાની શક્યતાઓ હવે ખૂબ જ મુશ્કેલ છે. અભિષેક શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેન માત્ર રોહિત શર્માનું ODI ટીમમાં ઓપનર તરીકેનું સ્થાન જ હડપ કરી શક્યા નહીં, પરંતુ તે ભારત માટે 2027ના વર્લ્ડ કપમાં પણ રમી શકે છે.

