
ગુજરાતમાં અત્યાર સુધી બે જ પાર્ટીનું ચૂંટણીમા વર્ચસ્વ રહેતું હતું એક ભાજપ અને બીજી કોંગ્રેસ, પરંતુ હવે આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી તરીકે ગુજરાતમાં ઉભરી રહી છે અને આક્મક રીતે આગળ વધી રહી છે.
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ વધારે મજબુત થયો છે એટલે અત્યારે સૌરાષ્ટ્ર તરફ વધારે જોર લગાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ તૈયારી શરૂ થઇ ગઇ છે.
આમ જોવા જઇએ તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે જ થઇ. 2020-21માં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો જીતી હતી. ગુજરાતમા કુલ 67 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઇ હતી.
