
મદ્રાસ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ સંપત્તિ તરીકે માન્યતા આપી છે. જેના પર માલિકીનો હક હોય શકે છે અને તેને ટ્રસ્ટમાં રાખી શકાય છે.
મદ્રાસ હાઇકોર્ટમાં રૂતીકુમારી વર્સીસ જનમાઇ લેબના કેસની સુનાવણી ચાલી હતી. જસ્ટીસ આનંદ વેકટેશે કહ્યું કે, ભારતીય કાયદામાં ક્રિપ્ટોકરન્સીને વર્ચુઅલ ડિજિટલ એસેટ તરીકે ગણવામા આવે છે જે ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 2 (47A) હેઠળ આવે છે અને તેની પર ટેક્સ લાગે છે.ક્રિપ્ટોકરન્સી ભલે અમૂર્ત હોય, ભલે કાયદેસરનું ચલણ ન હોય પરંતુ,તેનામાં સંપત્તિના ગુણો છે. તે ઓળખી શકાય તેવી હોય છે, તે ટ્રાન્સફરેબલ હોય છે. ખાનગી કી દ્વારા નિયંત્રણ ધરાવે છે અને નિર્ધારિત છે.

