
નેશનલ મિનરલ લિસ્ટના આંકડા મુજબ દેશના કુલ ગોલ્ડ ભંડારનો 44 ટકા હિસ્સો બિહારમાં છે. બિહારમાં કુલ 222.8 મિલિયન ટન સોનાનો ભંડાર છે. એ પછી બીજા નંબર પર રાજસ્થાન છે જેની પાસે 126. 9 મિલિયન ટન સોનું છે જ્યારે કર્ણાટક પાસે 103 મિલિયન ટન સોનું છે.
સોનાનો ભંડાર બે પ્રકારે હોય છે એક ગોલ્ડ ઓરે એટલે કે ખડકમાં સચવાયેલું પ્રોસેસ વગરનું કાચું સોનું અને બીજું પ્રોસેસ થયેલું શુદ્ધ સોનું. કાચા સોનામાં બિહાર નંબર વન પર છે, પરંતુ શુદ્ધ સોનામાં કર્ણાટક પહેલા નંબર પર છે.કર્ણાટક પાસે 61.5 ટન સોનું છે.
ગુજરાતમાં ગોલ્ડ માઇન નથી એટલે ગુજરાત પાસે ન તો કાચા સોના કે શુદ્ધ સોનાનો કોઇ ભંડાર છે.

