fbpx

એક માણસ રૂ. 88 કરોડમાં ટોયલેટ સીટ વેચી રહ્યો છે! જાણો આટલું મોંઘું કેમ છે આ ટોયલેટ?

Spread the love

એક માણસ રૂ. 88 કરોડમાં ટોયલેટ સીટ વેચી રહ્યો છે! જાણો આટલું મોંઘું કેમ છે આ ટોયલેટ?

હાલમાં એક ટોયલેટ સીટ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેની કિંમત રૂ. 88 કરોડ બતાવવામાં આવી રહી છે. હકીકતમાં, પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા 18 કેરેટ શુદ્ધ સોનાથી બનેલું ટોયલેટ 18 નવેમ્બરના રોજ ન્યૂ યોર્કમાં સોટબીની હરાજીમાં રજુ કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે, તે ખાસ કારીગરીથી બનાવવામાં આવ્યું છે અને તેનું વજન 223 પાઉન્ડ છે. તેની શરૂઆતની બોલી 10 મિલિયન ડૉલર (આશરે રૂ. 88 કરોડ) રાખવામાં આવી છે. સોટબીનું માનવું છે કે, આ બોલી હજુ પણ વધી શકે છે.

સોનાના સિંહાસન જેવો અનુભવ કરાવતી આ ટોયલેટ સીટ 8 નવેમ્બરથી સોટબીના નવા મુખ્યાલય, બ્રુઉર બિલ્ડિંગના બાથરૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. મુલાકાતીઓને તે જોવાની તક મળશે. આ અગાઉ, આ જ ટોયલેટ સીટ ગગનહાઇમ મ્યુઝિયમ (2016)માં જાહેર ઉપયોગ માટે પ્રદર્શિત કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું છે કે તેના પર કોઈ બેસશે નહીં. સોટબીના નિષ્ણાત ડેવિડ ગેલ્પેરિનએ કહ્યું, ‘અમે નથી ઇચ્છતા કે લોકો આ કલા પર બેસે.’

Gold-Toilet-Auction.jpg-2

કેટેલને આ કલાકૃતિને એક વિરોધાભાસી સામાજિક ટિપ્પણી તરીકે બનાવી અને તેનું નામ ‘અમેરિકા’ રાખ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અમુક કિંમતી વસ્તુઓને ‘સૌથી ઓછા મહાન અને સૌથી આવશ્યક સ્થાન’ પર મૂકવા માંગે છે.

આ સોનાનું શૌચાલય સૌપ્રથમ 2016માં ન્યૂ યોર્કના ગગનહાઇમ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઘણા વિવેચકોએ તેની સરખામણી દાદા ચળવળના કલાકાર માર્સેલ ડુચેમ્પના 1917ના પોર્સેલિન યુરિનલ ‘ફાઉન્ટેન’ સાથે કરી હતી. તેને જોવા અને તેનો ઉપયોગ કરવા માટે લગભગ 1,00,000 લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા.

ભૂતપૂર્વ પોસ્ટ લેખક ક્રિસ પેરેઝે તેનો ઉપયોગ કરવાનો પોતાનો અનુભવ યાદ કરતાં કહ્યું, ‘તે મારા અત્યાર સુધીના સૌથી સરળ અને સૌથી વૈભવી અનુભવોમાંનો એક હતો.’ તેમણે એમ પણ કહ્યું, ‘સોનેરી વાટકામાં પાણીનું ફરવું એ સમગ્ર અનુભવનો સૌથી સંતોષકારક ભાગ હતો.’

Gold-Toilet-Auction

હરાજી પહેલાં, ‘અમેરિકા’ 8 નવેમ્બરથી સોટબીના નવા ન્યૂ યોર્ક મુખ્યાલય (બ્રેઉર બિલ્ડીંગ) ખાતે પ્રદર્શિત થશે. તે બાથરૂમમાં સ્થાપિત કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ તેને નજીકથી જોઈ શકશે.

તમને યાદ હશે કે થોડા સમય પહેલા દિવાલ પર ચોંટાડેલા કેળાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કલાકૃતિ પણ શૌચાલયના કલાકાર દ્વારા બનાવવામાં આવી હતી. તે કલાકૃતિ 6 મિલિયન ડૉલરમાં વેચાઈ હતી.

error: Content is protected !!