fbpx

શું અગરકર અને ગંભીર સાથે પંગો લેવું શમીને મોંઘું પડ્યું? સમજો કારકિર્દી ખતમ!

Spread the love

શું અગરકર અને ગંભીર સાથે પંગો લેવું શમીને મોંઘું પડ્યું? સમજો કારકિર્દી ખતમ!

દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમની જાહેરાત સાથે જ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે કેમ કે ફરી એક વખત તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શમી હાલમાં રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમી રહ્યો છે. શમીએ બંગાળ માટે શાનદાર બોલિંગ પણ કરી છે, છતા તેને ટીમમાં સામેલ ન કરવાને લઇને એક મોટો પ્રશ્નો ઉભા થયો છે.

શમીએ છેલ્લી 3  રણજી ટ્રોફી મેચમાં 15 વિકેટ લીધી છે. તેણે ઉત્તરાખંડ સામેની મેચમાં 7 વિકેટ લીધી હતી. જોકે, ટીમમાં પસંદગી ન થવાનું કારણ માત્ર બોલિંગ અને પ્રદર્શન જ નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટની રણનીતિ પણ છે. આ ઉપરાંત શમીએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેને કેટલાક નુકસાન ઉઠાવવા પડ્યા છે.

shami

શું છે શમી-અગરકરનો મામલો?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ પસંદગી બાદ અજીત અગરકર અને મોહમ્મદ શમી વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમની વન-ડે અને T20I ટીમમાં શમીને સામેલ કરવામાં આવ્યો નહોતો. તેની પાછળ કારણ એવું આપવામાં આવ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી. પોતાની ફિટનેસ અંગેના પ્રશ્નો ઉઠ્યા બાદ, શમીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

રણજી ટ્રોફી મેચ બાદ મીડિયા સાથે વાત કરતા શમીએ અગરકરના ફિટનેસવાળા નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો હું ટેસ્ટ મેચમાં આખો દિવસ રમી શકું છુ અને બોલિંગ કરી શકું છું, તો હું વન-ડેમાં કેમ નહીં રમી શકું? તમે જોઈ શકો છો કે મારી ફિટનેસ કેવી છે. આ ઉપરાંત તેણે અગરકરના ફોન કોલને પણ વાત કરી હતી.

shami.jpg-2

નોંધનીય છે કે મોહમ્મદ શમીને લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે છેલ્લે જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. જો કે, શમીને વન-ડે અને T20Iમાં રમવાની જરૂર તક મળી છે. તે આ વર્ષની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વન-ડેમાં દેખાયો હતો. તે ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝનો પણ ભાગ હતો, પરંતુ ત્યારથી તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી.

error: Content is protected !!