
ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના હેઠળ સંરક્ષણ ક્ષેત્ર મોટું પગલું ભરી રહ્યું છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં શરૂ કરી હતી. તેનો મુખ્ય હેતુ છે કે ભારત વિદેશી હથિયારો અને સાધનો પર આધાર રાખવાનું બંધ કરે અને પોતાના દેશમાં જ બધું બનાવે. સંરક્ષણ ક્ષેત્ર આમાં આગળ છે કારણ કે તે દેશની સુરક્ષા સાથે જોડાયેલું છે અને અર્થતંત્રને મજબૂત બનાવે છે.
સૌથી પહેલા સરકારે વિદેશી હથિયારોની આયાત ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે. 2020થી અત્યાર સુધીમાં 500થી વધુ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. આનાથી દેશી કંપનીઓને હથિયારો બનાવવાની તક મળી છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) હવે તેજસ ફાઇટર જેટ બનાવે છે. આ જેટ પહેલા વિદેશમાંથી લાવવામાં આવતા હતા પણ હવે ભારતમાં જ તૈયાર થાય છે. આનાથી ભારતીય વાયુસેના મજબૂત થઈ છે અને પૈસા પણ દેશમાં જ રહે છે.
બીજું મહત્વનું પગલું છે ખાનગી ક્પનીઓને સંરક્ષણમાં ભાગ લેવા દેવું. પહેલા માત્ર સરકારી કંપનીઓ જ હથિયારો બનાવતી હતી પણ હવે ટાટા, રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં આવી છે. તેઓ ડ્રોન, મિસાઇલ અને જહાજો બનાવે છે. આનાથી નોકરીઓ વધી છે અને ટેક્નોલોજીમાં નવીનતા આવી છે. ઉદાહરણ તરીકે બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાની સાથે મળીને બનાવાઈ છે પણ તેનું મોટાભાગનું કામ ભારતમાં થાય છે. હવે ભારત આ મિસાઇલ વિદેશમાં વેચે છે જેમ કે ફિલિપાઇન્સને.
સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ’ (iDEX) જેવી યોજનાઓ શરૂ કરી છે. આમાં સ્ટાર્ટઅપ કંપનીઓને પૈસા અને સહાય આપવામાં આવે છે. પરિણામે નવી અને નાની કંપનીઓ પણ ડ્રોન અને સાયબર સુરક્ષા સાધનો બનાવી રહી છે. 2024/25માં સંરક્ષણ નિકાસ 21,000 કરોડ રૂપિયા સુધી પહોંચી છે જે પહેલા માત્ર 1,000 કરોડ હતી. આનાથી ભારત વિશ્વના મોટા હથિયાર નિકાસકારોમાં સામેલ થઈ રહ્યું છે.
આ બધું કરવાથી ફાયદા ઘણા છે. એકતો દેશની સુરક્ષા મજબૂત થાય છે કારણ કે વિદેશી આધાર ઘટે છે. બીજું કે અર્થતંત્ર વધે છે અને લાખો નોકરીઓ ઊભી થાય છે. ત્રીજું એ કે ટેક્નોલોજીમાં ભારત આગળ વધે છે. પણ કેટલીક સમસ્યાઓ પણ છે જેમ કે ગુણવત્તા જાળવવી અને સમયસર પૂરું કરવું. સરકાર આ માટે વધુ રોકાણ કરી રહી છે.
આમ સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભર ભારતનું મુખ્ય આધાર છે. તે દેશને મજબૂત, સ્વાવલંબી અને વિશ્વમાં આદરણીય બનાવી રહ્યું છે. આગામી વર્ષોમાં દેશ આ ક્ષેત્ર વધુ આગળ વધશે અને ભારતને સુપરપાવર બનાવવામાં મદદ કરશે.

