પ્રાંતિજ ખાતે આચાર્ય શ્રી મહાશ્રમળ સમવ શરળ નું ઠેરઠેર ભવ્ય સ્વાગત
– જૈન આચાર્ય યુગ પ્રધાન તેરા પંથ ના અગિયાર માં આચાર્ય ઉપસ્થિત રહ્યા
– મારવાડી જૈન સમાજ તથા ગુજરાતી જૈન સમાજ ના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– મુંબઇ થી રાજસ્થાન જઇ રહ્યા છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જૈન આચાર્ય યુગ પ્રધાન તેરા પંથના અગિયાર મા આચાર્ય શ્રી મહાશ્રમળજી સમવ શરળ નું પ્રાંતિજ ખાતે આવતા જૈન સમાજ ના ભાઇ બહેનો સહિત ધર્મપ્રેમી લોકો દ્રારા ઠેરઠેર સ્વાગત કર્યુ








તેરાપંથી જૈન સમાજ ના આચાર્ય મહાશ્રમળ સમવ સરળ મહારાજ સાહેબ મુંબઇ થી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે આવી પહોચતા પ્રાંતિજ નેશનલ હાઇવે -૪૮ પ્રાંતિજ કોલેજ થી ગલેચી ભાગોળ , બજારચોક વિસ્તાર મા થઈને અવરઓન હાઇસ્કુલ સભા સ્થળ સુધી રેલ્વેસ્ટેશન રોડ ઉપર ઠેરઠેર તેવોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ તો તેવોના રૂટ ઉપર પ્રાંતિજ ખાતે રહેતા જૈન સમાજ ના ભાઇ-બહેનો દ્રારા ઠેરઠેર સ્વાગત કર્યુ હતુ તો આચાર્ય મહાશ્રવળ જી ૬૦ હજાર કિલોમીટર પદયાત્રા કરી છે અને ત્રણ દેશની પણ પદયાત્રા તથા ૨૩ જેટલા રાજયોના ગામો અને શહેર માં યાત્રા કરી વ્યસન મુકિત , અહિંસા , નૈતિકતા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ તો ૨૬૪ વર્ષ પહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંધની સ્થાપના કરવામા આવી હતી અને તેઓના જીવનના ૬૨ વર્ષ લોકોની સેવા ધર્મપારાયણ તામા વિતાવ્યા છે પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે તેવોનુ પ્રવચન સાભળવા મારવાડી જૈન તથા જૈન સમાજ તથા ધર્મપેમી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા , રઇશભાઇ કસ્બાતી , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નિરવભાઇ પરીખ , જમનાદાસ ભાઇ વકીલ , જિગ્નેશભાઇ પંડયા , રસિદભાઇ સુમરા , મહેશભાઇ મકવાણા , નિકુંજભાઇ રામી , દર્શિલભાઇ દેસાઇ , જયંતિભાઇ જૈન સહિત સમાજ ના આગેવાનો સહિત ઉત્સાહિત સમાજ ના યુવાનો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત રહીને સભાનો લાભ સહિત ધર્મલાભ લઈ ને જૈન સમાજ ના લોકોએ ધન્યતા અનુભવી હતી
જીલ રાવલ સાબરકાંઠા

