fbpx

ધાબળા કાઢી રાખો, ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની છે, અંબાલાલની આગાહી

Spread the love

ધાબળા કાઢી રાખો, ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની છે, અંબાલાલની આગાહી

ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને હવે કડકડતી ઠંડીની પણ આગાહી થઇ ગઇ છે. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, ફેબ્રુઆરી 2026 સુધી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાવવાનું શરૂ થશે અને રવિ મોસમ માટે હવામાન સુધરતુ જશે, 18 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત અને હવાનું દબાણ ઉભું થશે જેને કારણે 18થી 24 નવેમ્બપ સુધી ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે, મતલબ કે માવઠું થવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે  11 જાન્યુઆરીથી પણ ભારે ઠંડી પડશે, તમારા હાડકાં થીજાવી નાંખે તેવી. 20 ફેબ્રુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઘટવા માડંશે.

error: Content is protected !!