fbpx

ખેડૂતોનું દેવુ માફ કરાવનાર બચ્ચુ કડુ જેવા ખેડૂત નેતા ગુજરાતને ક્યારે મળશે?

Spread the love

ખેડૂતોનું દેવુ માફ કરાવનાર બચ્ચુ કડુ જેવા ખેડૂત નેતા ગુજરાતને ક્યારે મળશે?

ગુજરાતના પડોશી રાજય મહારાષ્ટ્રમાં એક નેતાએ એવી લડત આપી કે મુખ્યમંત્રી ફડણવીસે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવાની તૈયારી બતાવી.પ્રહાર જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ઓમપ્રકાશ બાબારાવ કડુ જેમને લોકો બચ્ચુ કડુ તરીકે ઓળખે છે તેમણે 27 ઓક્ટોબરે  એક મોટી ટ્રેકટર રેલી કાઢી હતી અને તેમની મુખ્ય માંગ હતી કે, ખેડુતો માટે પૂર્ણ લોન માફી કરવામાં આવે, મિનીમમ સપોર્ટ પ્રાઇસની ગેરંટી આપવામાં આવે અને સોયાબીનની ખરીદી NAFED દ્વારા જ કરવામાં આવે.

 આ પછી 30 ઓક્ટોબરે નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બચ્ચુ કડુ વચ્ચે બેઠક યોજાઇ અને ફડણવીસે બધી માંગો સ્વીકારી લેવાની તૈયારી બતાવી છે. ગુજરાતમાં પણ છેલ્લાં ઘણા સમયથી ખેડુતોના આંદોલન ચાલે છે તો બચ્ચુ કડુ જેવા નેતાની ગુજરાતને જરૂર છે.

error: Content is protected !!