fbpx

મહાનગર પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં થાય તેવી કોઇ શક્યતા નથી

Spread the love

મહાનગર પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં થાય તેવી કોઇ શક્યતા નથી

આ વખતે ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાશે  થાય તેવી સંભાવના હતી કારણકે મોટા ભાગની મહાનગર પાલિકાનો 5 વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી 2026માં પુરો થાય છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી.

તેનું કારણ એવું છે કે ભારતના ચૂંટણી પંચે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ગુજરાત સહિત 12 રાજ્યોમાં જાહેરાત કરી. હવે ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે અને 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી બુથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઇને મતદારોની માહિતી મેળવશે. SIRની અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીએ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે ફેબ્રુઆરીમાં ચૂંટણી થાય તેવી શક્યતા નથી. એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણી સંભવ છે.

error: Content is protected !!