fbpx

ગુજરાતના આ પાટીદારે ખેડૂતો માટે એવું કામ કર્યું જે મોટા ઉદ્યોગપતિઓ નથી કરતા

Spread the love

ગુજરાતના આ પાટીદારે ખેડૂતો માટે એવું કામ કર્યું જે મોટા ઉદ્યોગપતિઓ નથી કરતા

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે, કારણકે ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે પાકને મોટું નુકશાન થયું છે. અમદાવાદના એક ઉદ્યોગપતિએ પોતાના માદરે વતન માટે માનવતાનું કામ કર્યું છે.

અમદાવાદમાં નર્મદા ગ્લોબલ બાયો કેમ ફર્ટિલાઇઝરના ડિરેક્ટર દિનેશ કુંભાણીએ જાહેરાત કરી કે, મારા ગામ બાદલપરુ અને આજુબાજુના પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા સહિત 4 ગામના દરેક ખેડૂતને પોતે 11000 રૂપિયા આપશે. 4 ગામના લગભગ 1200 ખેડૂતો છે.

એક ઓછા જાણીતા વ્યક્તિએ માનવતા દાખવી, પરંતુ ગુજરાતના મોટા મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ ફોર્બ્સના રિચેસ્ટ લીસ્ટમાં ટોપ-10માં આવે છે તેઓ એક પણ જાહેરાત ખેડૂતો માટે કરી નથી.

error: Content is protected !!