fbpx

ભાજપને ગુજરાતમાં મોટો ફટકો, આ નગર પાલિકામાં સત્તા ગુમાવી

Spread the love

 ભાજપને ગુજરાતમાં મોટો ફટકો, આ નગર પાલિકામાં સત્તા ગુમાવી

ગુજરાતના દાહોદમાં ભાજપ શાસિત દેવગઢ બારીયામાં ભાજપે સત્તા ગુમાવી છે અને હવે નગર પાલિકાનું સુકાન અપક્ષના હાથમાં આવી ગયું છે. ભાજપ માટે ગુજરાતમાં આ મોટો ઝટકો છે.

ફેબ્રુઆરી 2025માં 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપ 13 બેઠકો જીત્યું હતું અને કોંગ્રેસને 3 અને અપક્ષને 8 બેઠકો મળી હતી. પરંતુ થોડા દિવસો પહેલા દેવગઢ બારિયા નગર પાલિકાના પ્રમુખ ધર્મેશ કલાકની સામે 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી જે મંજૂર કરી દેવામાં આવી અને અપક્ષ ઉમેદવાર નીલ સોનીને નગર પાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા.

નીલ સોની ભાજપમાં જ હતા, પરંતુ થોડા સમય પહેલા તેમણે બળવો કર્યો હતો ત્યારે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને નીલ સોની અપક્ષ ચૂંટણી જીત્યા હતા.

error: Content is protected !!