fbpx

એક્ઝિટ પોલે લગાવી પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી પર મહોર!

Spread the love

એક્ઝિટ પોલે લગાવી પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી પર મહોર!

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 243 બેઠકો માટે મતદાન મંગળવારે સાંજે પૂર્ણ થયું. રાજ્યમાં બીજા ચરણમાં રેકોર્ડ મતદાન થયું. હાલના આંકડા મુજબ બીજા ચરણમાં 68.67 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન બીજા ચરણમાં થયું હતું. રાજ્યમાં 121 બેઠકો માટે મતદાન 6 નવેમ્બરના રોજ થયું હતું. પહેલા ચરણમાં મતદાનમાં લગભગ 65 ટકા મતદાન થયું હતું. મંગળવારે સાંજે બિહાર ચૂંટણી સાથે જોડાયેલા એક્ઝિટ પોલના અનુમાન પણ આવી ગયા હતા. અત્યાર સુધીમાં 9 એક્ઝિટ પોલ એજન્સીઓએ એક્ઝિટ પોલના અનુમાન જાહેર કર્યા છે. બધા એક્ઝિટ પોલમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકાર બનવાનું અનુમાન લગાવ્યું છે.

બિહાર ચૂંટણીમાં સનસનાટી બનીને ઉભરેલા પ્રશાંત કિશોર પર બધાની નજર હતી. એક્ઝિટ પોલ અનુસાર, પ્રશાંત કિશોર મહત્તમ 5 બેઠકો જીતી શકે છે. આ અનુમાન પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં લગાવવામાં આવ્યું છે. પીપલ્સ પલ્સ અનુસાર કિશોરની જન સૂરાજ 0-5 બેઠકો મળી શકે છે. પીપલ્સ પલ્સ સિવાય અન્ય કોઈ એજન્સીએ જન સૂરાજને આટલી બેઠકો આપી નથી. ચાણક્ય સ્ટ્રેટેજીએ જન સૂરજને એક પણ બેઠક આપી નથી. ચાણક્યએ NDAને 130-138 બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું છે. ચાણક્યના સર્વેમાં મહાગઠબંધનને 100-108 બેઠકો મળી શકે છે. અન્ય 3 થી 5 બેઠકો જીતી શકે છે.

prashant-kishor

જો એક્ઝિટ પોલના અનુમાન સાચા સાબિત થાય છે, તો તે એક રીતે પ્રશાંત કિશોરની વાત પર મહોર લાગી જશે. પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે, તેમની જન સૂરાજ પાર્ટીને અથવા તો 10 થી ઓછી બેઠકો મળશે અથવા 150 થી વધુ બેઠકો મળશે. બિહારની 243 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી 14 નવેમ્બરે થશે. બપોર સુધીમાં પરિણામોનું વલણ સ્પષ્ટ થઇ જશે. ત્યારે જ આપણને વાસ્તવિકતા ખબર પડશે કે નીતિશ, તેજસ્વી અને પ્રશાંતમાંથી કોની વાત સાચી સાબિત થશે.

બિહાર વિધાનસભા માટે જુદી-જુદી એજન્સીઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલ્સ:

1. મેટ્રિઝ એક્ઝિટ પોલ અનુસાર NDAને 147-167 બેઠકો, INDIA ગઠબંધનને 70-90 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-02 બેઠકો જ્યારે અન્યને 02-08 બેઠકો મળી શકે છે

2. પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ અનુસાર NDAને 133-159 બેઠકો, INDIA ગઠબંધનને 75-101 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-05 બેઠકો, જ્યારે અન્યને 02-08 બેઠકો મળી શકે છે.

3. દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ અનુસાર NDAને 145-160 બેઠકો, INDIA ગઠબંધનને 73-91 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-03 બેઠકો, જ્યારે અન્યને 05-07 બેઠકો મળી શકે છે.

bihar-exit-polls

4. પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલ અનુસાર NDAને 133-148 બેઠકો, INDIA ગઠબંધનને 87-102, જન સૂરાજ પાર્ટીને 00-02 બેઠકો, જ્યારે અન્યને 03-06 બેઠકો મળી શકે છે.

5. JVCના એક્ઝિટ પોલ અનુસાર, NDAને 135-150 બેઠકો, INDIA ગઠબંધનને 88-103 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-01, જ્યારે અન્યને 03-06 બેઠકો મળી શકે છે.

6. પી-માર્કના એક્ઝિટ પોલ અનુસાર NDAને142-162 બેઠકો, INDIA ગઠબંધનને 80-98, જન સૂરાજ પાર્ટીને 1-4 બેઠકો, જ્યારે અન્યને 00-03 બેઠકો મળી શકે છે.

7. ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલ અનુસાર NDAને130-138 બેઠકો, INDIA ગઠબંધનને 100-108 બેઠકો, જન સૂરાજ પાર્ટીને 00-00, જ્યારે અન્યને 03-05 બેઠકો મળી શકે છે.

error: Content is protected !!