પ્રાંતિજ ખાતે બે એસટીબસો બંધ કરતા મુસાફરો મા નારાજગી
– પ્રાંતિજ-ડીસા ,પ્રાંતિજ-સુરત એસટીબસ બંધ કરવામા આવી
– પ્રાંતિજ ડીસા ૪૦ વર્ષ જુની આવક ધરાવતી બસ બંધ થતા મુસાફરો મા રોષ
– અધ્યતન ડેપો બનીને ટુંકજ સમય મા ઓપનીંગ થવાનુ છે તે પહેલાજ જુની બસો બંધ કરી
– સામાન્ય માણસ ૧૦૦ રૂપિયા મા સિધ્ધપુર હરાવા જતો હતો
– બસ બંધ થતા કાયમી બસમા જતા મુસાફરો રઝડી પડયા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એસટીડેપો ની ૪૦ વર્ષ જુની પ્રાંતિજ- ડીસા બસ તથા પ્રાંતિજ સુરત બસ બંધ કરવામા આવતા પ્રાંતિજ થી સિધ્ધપુર , પાલનપુર , છાપી સુધી જતા મુસાફરો મા નારાજગી જોવા મળી રહી છે


પ્રાંતિજ એસટીડેપો દ્રારા પ્રાંતિજ થી ડીસા ૪૦ વર્ષ જુની તથા પ્રાંતિજ થી સુરત જતી બસો ને અચાનક બંધ કરતા સિધ્ધપુર , પાલનપુર , છાપી , ડીસા તથા સુરત , અમદાવાદ , બરોડા જતા મુસાફરોમાં પ્રાંતિજ એસટીડેપો સામે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પ્રાંતિજ ડેપો અધ્યતન બનીને તૈયાર થવા જઈ રહ્યો જેને ટુંકજ સમય મા ઓપનીંગ યોજાશે ત્યારે બીજીબાજુ ૪૦ વર્ષ જુની આવક ધરાવતી એસટીબસ બંધ કરવામા આવતા મુસાફરો મા રોષ જોવા મળી રહ્યો છે તો કેટલાય લોકોને પાસ હોય અને રેગ્યુલર એસટીબસ મા તેવો મુસાફરી કરે છે અને અચાનક બસો બંધ કરી દેતા હાલ મુશ્કેલીઓ મા મુકાયા છે તો સામાન્ય માણસ માત્ર ૧૦૦ રૂપિયા મા સિધ્ધપુર ખાતે હરાવા જતો હતો તો ઓતરા દહાડે જતા મુસાફરોને પણ હાલતો પ્રાંતિજ-ડીસા વર્ષો જુની બસ બંધ કરવામા આવતા રજડી પડયા છે ત્યારે બીજી બાજુ પ્રાંતિજ-સુરત જતી બસ પણ બંધ કરી દેવામા આવી છે ત્યારે જેતે જવાબદાર તંત્ર દ્રારા સત્વરે ૪૦ વર્ષ જુની પ્રાંતિજ-ડીસા બસ ચાલુ કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે
| પ્રાંતિજ મહિલા ડેપો મેનેજર ઇન્ચાર્જ નુ શુ કહેવુ છે |
|---|
| આ અંગે તેવોનો ટેલીફોનીક સંપર્ક કરતા તેવોએ જણાવ્યુ કે હાલ ડ્રાયવર શોટેજ મા બંધ કરેલ છે અને વિધાર્થી ટીપો માટે ઓપરેટ કરવા માટે એક મહિના સુધી બંધ કરવામા આવેલ છે અને એક મહિના સુધીમા ડ્રાયવરો આવી જશે એટલે બસો ચાલુ કરવામા આવશે |
| પરિવહન અધિકારી હિંમતનગર નુ શુ કહેવુ છે |
|---|
| આ અંગે તેવોને ટેલીફોનીક પુછતા તેવોએ પણ જણાવ્યુ કે હાલ સ્ટાફ ધટના કારણે ૧૫,૨૦,દિવસ એક મહિના મા ચાલુ થઈ જશે |
જીલ રાવલ સાબરકાંઠા

