fbpx

જીત્યા તો નહીં, પણ મત જરૂર કાપ્યા…, કંઈ-કંઈ સીટ પર પ્રશાંત કિશોરને કારણે બીજાને નુકસાન થયું?

Spread the love

જીત્યા તો નહીં, પણ મત જરૂર કાપ્યા..., કંઈ-કંઈ સીટ પર પ્રશાંત કિશોરને કારણે બીજાને નુકસાન થયું?

2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જનસૂરાજ પાર્ટીએ જોરશોરથી પ્રચાર સાથે મેદાનમાં ઉતારીને, ચૂંટણીને અલગ જ માહોલ આપ્યો હતો. પાર્ટીએ 238 બેઠકો પર ઉમેદવારો ઉતારીને દાવો કર્યો કે જનતા પરિવર્તન માટે તૈયાર છે અને જનસૂરાજ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જોકે, મત ગણતરી બાદ જે તસવીર સામે આવી, તેને પાર્ટીની રાજકીય તાકત સ્પષ્ટપણે ઉજાગર કરી દીધી. પરિણામો દર્શાવે છે કે ભારે  પ્રચાર જમીન પર મતોમાં રૂપાંતરિત ન કરી શક્યો.

238 બેઠકોમાંથી પાર્ટીને એક પણ બેઠક પર જીત ન મળી. માત્ર મઢૌરામાં જનસૂરાજના ઉમેદવાર બીજા ક્રમે આવ્યા, જ્યારે લગભગ તમામ અન્ય મતવિસ્તારોમાં પાર્ટી ત્રીજા કે ચોથા ક્રમે ધકેલાઈ ગઈ. મત ગણતરીએ એ પણ શ્પષ્ટ કર્યું કે પાર્ટીને ઘણી જગ્યાએ અપેક્ષા કરતા વધુ સારા મત મળ્યા, પરંતુ તે કોઈપણ બેઠકો જીતવા અથવા ગંભીર પડકાર ઉભો કરવા માટે પૂરતા નહોતા.

prashant-kishor1

ચૂંટણી પરિણામોનું એક રસપ્રદ પાસું એ હતું કે ઘણી જગ્યાએ, જનસૂરાજના ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા NDA ઉમેદવારની હારના માર્જિન કરતા ખૂબ વધારે હતા. આ કારણે રાજકીય ગલિયારામાં એવી ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે કે જો જનસૂરાજ ચૂંટણી મેદાનમાં ન હોત તો આ બેઠકોનું પરિણામ કંઈક અલગ જ હોત.

એ 7 બેઠકો જ્યાં જનસૂરાજના મતો બની મોટા ફેક્ટર

નીચે એ 7 બેઠકોનું વિવરણ આપવામાં આવ્યું છે, જ્યાં NDA ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યું, અહીં જનસૂરાજને ઘણા મત મળ્યા. આ બેઠકો ચૂંટણી પરિણામોની સૌથી રસપ્રદ કહાની બની ગઈ.

ઢાકા- NDAના ઉમેદવાર માત્ર 178 મતથી હાર્યા, જનસૂરાજને 8,347 મત મળ્યા

જહાનાબાદ- માર્જિન 793, જનસૂરાજને 5,760 મત મળ્યા

મખદુમપુર- માર્જિન 1830, જનસૂરાજને 4,803 મત મળ્યા

ટીકારી- માર્જિન 2058, જનસૂરાજને 2,552 મત મળ્યા

ગોહ- માર્જિન 4041, જનસૂરાજને 7,996 મત મળ્યા

બોધગયા- માર્જિન 881, જનસૂરાજને 4024 મત મળ્યા

prashant-kishor2

ચનપટિયા- માર્જિન 602, જનસૂરાજને 37172 મત મળ્યા. ચનપટિયામાં જનસૂરાજના ઉમેદવાર મનીષ કશ્યપને 37,172 મત મળ્યા, જ્યારે NDA ઉમેદવાર માત્ર 602 મતોથી હારી ગયા. આ જ કારણ છે કે આ બેઠક સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠક બની.

જનસૂરાજ પાર્ટીએ 238 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એક પણ જીતી ન શકી. નવીન કુમાર સિંહ મઢૌરામાં બીજા ક્રમે રહ્યા, પરંતુ RJD ઉમેદવાર સામે લગભગ 27,000 મતોથી હારી ગયા. અન્ય તમામ મતવિસ્તારોમાં પાર્ટીનું પ્રદર્શન સાધારણ રહ્યું અને ત્રીજા કે ચોથા સ્થાનથી ઉપર ન પહોંચી શકી.

error: Content is protected !!