fbpx

વર્લ્ડ કપ માટે કુતરાઓનો જીવ લેવાય રહ્યો છે? આ દેશ પર લાગ્યો ગંભીર આરોપ

Spread the love

વર્લ્ડ કપ માટે કુતરાઓનો જીવ લેવાય રહ્યો છે? આ દેશ પર લાગ્યો ગંભીર આરોપ

મોરોક્કો પર એક ગંભીર આરોપ લાગ્યો છે, જે 2030 ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ સાથે જોડાયેલો છે. સ્પેન અને પોર્ટુગલ સાથે ટૂર્નામેન્ટની સહ-મેજબાની કરનાર મોરોક્કો પર હજારો રખડતા કૂતરાઓનો જીવ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફક્ત બીજી વખત હશે, જ્યારે આફ્રિકન મહાદ્વીપમાં વર્લ્ડ કપ થશે, પરંતુ આ તૈયારીઓ વચ્ચે, એનિમલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનોના અવાજ તેજ થઈ રહ્યા છે, જેઓ દાવો કરી રહ્યા છે કે મોરોક્કો રખડતા કૂતરાઓની વસ્તી ઘટાડવાના નામે મોટા પ્રમાણમા કતલ કરી રહ્યું છે.

મોરોક્કોમાં  લગભગ 3 મિલિયન રખડતા કૂતરાઓ રસ્તા પર ફરતા હોય છે, જેને સ્થાનિક સ્તર પર  સાર્વજનિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જોખમી માનવામાં આવે છે. એનિમલ વેલ્ફેર જૂથો અનુસાર, સરકારે 2030 વર્લ્ડ કપ માટે લાખો કૂતરાઓનો જીવ લેવાની યોજના બનાવી છે. તાજેતરના અહેવાલોમાં એક ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં એક રખડતા કૂતરાને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત લોહીથી લથપથ લાશોના ઢગ અને એક નવજાત કુરકુરિયાને લાત મારીને જીવ લઈ લેવાની તસવીરો સામે આવી છે.

dogs

ઇન્ટરનેશનલ એનિમલ્લ વેલ્ફેર એન્ડ પ્રોટેક્ષણ કોલિનેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોરોક્કોને સહ-યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી છે અને હવે નિયંત્રણ બહાર છે. આ મુદ્દો આગામી મહિને શરૂ થઈ રહેલા આફ્રિકા કપ ઓફ નેશન્સને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ બની ગયો છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, દેશની સરકાર પર રસ્તાઓને સાફ કરવા માટે હજારો રખડતા કૂતરાઓને મારી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

dogs

વર્લ્ડ કપ 2030 દરમિયાન મોરોક્કોના 6 શહેરોમાં 6 અઠવાડિયા સુધી મેચો રમાશે. મોરોક્કોનો ફૂટબોલ ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. 1970માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચનારી આફ્રિકન ટીમ, 1986માં નોકઆઉટ સ્ટેજમાં પહોંચી હતી અને 2022માં સેમીફાઇનલ રમવામાં પણ સફળ રહી હતી, પરંતુ આ ઉપલબ્ધીઓ હવે વિવાદમાં ઘેરાઈ ગઈ છે. જો કે, મોરોક્કન સરકાર આ આરોપોને ધરમૂળથી નકારે છે. લંડનમાં સ્થિત મોરોક્કન દૂતાવાસે પણ સ્પષ્ટતા કરી છે કે રખડતા કૂતરાઓની હત્યાનો વર્લ્ડ કપ સાથે કોઈ સંબંધ નથી. તેમણે દાવો કર્યો હતો કે વર્ષના અંત સુધીમાં 5 શહેરોમાં વધુ કૂતરા આશ્રયસ્થાનો સ્થાપિત કરવામાં આવશે. તો રબાતના જણાવ્યા અનુસાર, સરકાર કતલને સમર્થન આપતી નથી અને રખડતા પ્રાણીઓનું સંચાલન સ્થાનિક નગરપાલિકાઓ પર છોડી દેવામાં આવ્યું છે.

error: Content is protected !!