fbpx

ટેસ્ટ મેચમાં T20 સ્ટાઇલમાં બેટિંગ, ગીલની ઈજા અને… ભારતની શરમજનક હારના 5 કારણો

Spread the love

ટેસ્ટ મેચમાં T20 સ્ટાઇલમાં બેટિંગ, ગીલની ઈજા અને... ભારતની શરમજનક હારના 5 કારણો

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઇતિહાસ રચ્યો. ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં, આફ્રિકન ટીમે ભારતને કુલ 124 રન પણ ન કરવા દીધા અને 30 રનથી જીત મેળવી. ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા માટે આ વિજય પણ ખાસ છે કારણ કે તે 15 વર્ષમાં પહેલી વાર બન્યું છે જ્યારે કોઈ આફ્રિકન ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ભારતને હરાવ્યું છે. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકા હવે બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. પરંતુ હવે તમને ભારતની આ શરમજનક હારના કારણો જણાવી દઈએ.

India-Lost-1st-Test

કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારતીય બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી. પ્રથમ ઇનિંગ્સની વાત કરીએ તો, ભારતે કુલ 189 રન તો બનાવ્યા, પરંતુ એક પણ બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નહીં. ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયું. જ્યારે, પિચ જેના માટે યોગ્ય ન હોવા છતાં, મધ્યમ ક્રમના બેટ્સમેન T20 શૈલીમાં બેટિંગ કરતા દેખાયા. પરંતુ દરેક બેટ્સમેન આક્રમક બેટિંગ કરવાના વિચાર સાથે આવ્યો અને વિકેટ પડતી ગઈ. પરિણામે ભારતને ખુબ નજીવી લીડ મળી હતી.

પરંતુ પ્રથમ ઇનિંગમાંથી શીખ લેવાને બદલે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં તેનાથી પણ વધુ ખરાબ પ્રદર્શન કર્યું. દક્ષિણ આફ્રિકાએ ફક્ત 124 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. રમતનો ફક્ત ત્રીજો જ દિવસ હતો. પરંતુ ભારતીય બેટ્સમેન શરૂઆતથી જ નિષ્ફળ ગયા. ઓપનિંગ જોડી નિષ્ફળ ગઈ. યશસ્વી બંને ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. ટીમની રમત 93 રનમાં જ સમાપ્ત થઇ ગઈ.

India-Lost-1st-Test3

આ મેચની બંને ઇનિંગમાં, જ્યાં ભારતીય બેટિંગ સ્પિન રમવા માટે ખુબ પ્રખ્યાત છે, તેના કરતા સંપૂર્ણપણે અલગ દેખાઈ હતી. કોઈ પણ બેટ્સમેન સ્પિનરોને અસરકારક રીતે રમી શક્યો નહીં. પંત પહેલા જ બોલથી આક્રમક શોટ રમતા જોવા મળ્યો. જુરેલે પણ તેની વિકેટ ફેંકી દીધી. કોઈ પણ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યા નહીં. પરિણામે, ભારતીય ઇનિંગ 93 રનમાં સમેટાઈ ગઈ.

આ હારનું એક મુખ્ય કારણ યશસ્વીનું બરાબર ન રમવું પણ હતું. યશસ્વી બંને ઇનિંગમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો. તે બીજી ઇનિંગમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. જ્યારે, પંતે પ્રથમ ઇનિંગમાં 27 રન ભલે બનાવ્યા. પરંતુ બીજી ઇનિંગના પહેલા જ બોલથી તે આક્રમક રમત રમવાના મૂડમાં હતો. જ્યારે તે વખતે ધીરજપૂર્વક ઇનિંગ રમવાની જરૂર હતી. પરિણામે, તે 2 રન બનાવીને આઉટ થઇ ગયો.

India Lost-1st Test1

આ હારનું બીજું એક કારણ કેપ્ટન ગિલની ઇજા પણ હતી. જ્યારે તે પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે તે ફક્ત 3 બોલ જ રમી શક્યો. ત્યારપછી તેને ગરદનની તકલીફ થઈ અને તેને મેદાન છોડવું પડ્યું. તે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા પણ ન આવી શક્યો. ગિલની ગેરહાજરીથી ભારતીય ટીમ પાસે એક બેટ્સમેન ઓછો થઇ ગયો હતો.

India-Lost-1st-Test2

એકંદરે, આ હારનું સૌથી મોટું કારણ એ હતું કે, આ ભારતીય ટીમે ન તો અનુભવ દર્શાવ્યો કે ન તો ધીરજ. કુલ 124 રન કરવા માટે શરૂઆત તો સારી ન હતી, પરંતુ ધીરજની વધારે જરૂર હતી. પરંતુ બેટ્સમેનો ટકી શક્યા નહીં. તેઓ ભાગીદારી બનાવી શક્યા નહીં. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, સુંદર એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે 50થી વધુ બોલ રમ્યા હતા. બીજો કોઈ બેટ્સમેન 50 સુધી પણ પહોંચી શક્યો ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો, તેણે ધીરજ બતાવવાની તસ્દી પણ ન લીધી.

India-Lost-1st-Test4

આ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. આના જવાબમાં, ભારતે 189 રન બનાવ્યા અને 30 રનની લીડ મેળવી. બીજી ઇનિંગમાં, ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને 153 રનમાં ઓલઆઉટ કરી દીધું. બાવુમાએ અણનમ 55 રન બનાવ્યા. ભારતને 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 93 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સુંદર (31)એ સૌથી વધુ રન બનાવ્યા.

error: Content is protected !!