
ભારત સરકાર મોટા બેન્કિંગ સુધારા તરફ આગળ વધી રહી છે. ભારતીય બેન્કોની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા, તેમના નુકસાનને સંતુલિત કરવા અને તેમને વૈશ્વિક ધોરણો પર લાવવા માટે, નાની સરકારી બેન્કોના મર્જરની તૈયારીઓ ચાલી રહી છે. નાણા મંત્રાલય મેગા બેન્ક મર્જર માટે એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ બેન્ક મર્જરનો ઉદ્દેશ્ય એવી બેન્કો બનાવવાનો છે જે વધુ મજબૂત, સ્થિર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે વધુ સક્ષમ હોય. બેન્કોનીને પૂંજીગત વાહડુ મજબૂત કરવા અને તેમના NPA ઘટાડવા માટે ઘણી સકારી બેન્કોનું મર્જર થઈ શકે છે. આ યાદીમાં સમાવિષ્ટ બેન્કોમાં શામેલ છે.

કઈ કઈ બેન્કોનું મર્જર થઈ શકે છે
એવું માનવામાં આવે છે કે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB), સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા (CBI), બેન્ક ઓફ ઇન્ડિયા (BOI), બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BOM), UCO બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કનું મર્જર થઈ શકે છે. યુનિયન બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયાના મર્જરની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ મર્જરથી દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની શકે છે. આ દરખાસ્ત પહેલા કેબિનેટ અને પછી વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મોકલવામાં આવશે. દરેક પાસાની સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી કે કઈ બેન્ક કોની સાથે મર્જ થશે.
જો બેન્કોના મર્જરને મંજૂરી મળે છે, તો દેશમાં માત્ર 4 સરકારી બેન્ક જ રહેશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (PNB બેન્ક) અને બેન્ક ઓફ બરોડા સિવાય અન્ય બધી બેન્કોનું મર્જર થઈ શકે છે. સૂત્રોના જણાવી અનુસાર નાની બેન્કોને 4 સૌથી મોટી સરકારી બેન્કો સાથે મર્જ કરી શકાય છે, જેનાથી મોટી બેન્કો બની શકે છે. નોંધનીય છે કે આ અગાઉ નીતિ આયોગે પણ બેન્ક મર્જરની ભલામણ કરી હતી. નીતિ આયોગે ભલામણ કરી હતી કે SBI, PNB, BOB અને કેનેરા બેન્કન એજ સરકારના કંટ્રોલમાં રાખવામાં આવે. બાકી બચેલી સરકારી બેન્કોને અથવા મર્જ કરવી જોઈએ અથવા ખાનગીકરણ કરી દેવામાં આવે.
બેન્કના મર્જરથી શું અસર થશે?
આ બેન્કોના મર્જરથી લાખો ખાતાધારકો અને 229,800 કર્મચારીઓ પર અસર પડશે. બેન્ક મર્જરથી હજારો શાખાઓ બંધ થઈ શકે છે. ભલે સરકાર દાવા કરી રહી હોય કે કર્મચારીઓની નોકરી નહીં જાય, પરંતુ બેન્કોના મર્જરથી ઘણી શાખાઓ નિશ્ચિત રૂપે બંધ થઈ જશે. એક જ પ્રકારના કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં વધારો થવાથી સ્પર્ધા વધશે, જેના કારણે પ્રમોશન અને પગાર વધારા પર અસર પડશે. કર્મચારીઓને ટ્રાન્સફરની પીડા દહન કરવી પડી શકે છે. બેન્કિંગ ક્ષેત્રમાં પણ નોકરીની તકો ઓછી જોવા મળશે.
SBI ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીએ બેન્ક મર્જરને સમર્થન આપ્યું છે. બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે બેન્ક મર્જરને સમર્થન આપતા કહ્યું છે કે વધુ બેન્કોનું મર્જર કરવું સમજદારીભર્યું હોઈ શકે છે. તેમણે તેનું કારણ જણાવતા કહ્યું કે કેટલીક નાની બેન્કો હજુ પણ મોટા પ્રમાણ પર કામ કરી શકતી નથી. નાની બેન્કોનું મર્જર એક સારો નિર્ણય હોઈ શકે છે.

કઈ કઈ બેન્કોનું પહેલાથી જ મર્જર થઈ ચૂક્યું છે?
આ પહેલીવાર નથી કે જ્યારે સરકારી બેન્કોનું મર્જર થશે. આ અગાઉ મર્જર થઈ ચૂકી છે. 2019માં સરકારે મેગા બેન્ક કોન્સોલિડેશન યોજના હેઠળ ઘણી બેન્કોનું મર્જર કર્યું હતું. દેશમાં બેન્કોની સંખ્યા 27માંથી ઘટીને 12 થઈ ગઈ.
2017માં દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 6 બેન્કોનું મર્જર કરવામાં આવ્યું. ભારતીય મહિલા બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરનું SBIમાં મર્જર કરવામાં આવી હતી. એ જ રીતે, એપ્રિલ 2019માં વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર કરવામાં આવ્યું. ઓગસ્ટ 2019માં, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું PNB સાથે મર્જર કરવામાં આવ્યું. ઓગસ્ટ 2019માં, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં અને અલ્હાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્કમાં મર્જર કરવામાં આવ્યું હતું.

