
દેશના ઉદ્યોગના બે દિગ્ગજ મહારથીઓ અદાણી અને અંબાણી વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આ ફક્ત માર્કેટ શેરની ર્સ્પધા નથી, પરંતુ વારસો, પ્રભાવ અને ભારતની આગામી આર્થિક સદીને આકાર આપવાના અધિકારની ર્સ્પધા છે.
છેલ્લં ઘણા સમયથી અદાણી પર વિદેશી હુમલાઓ થઇ રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી અમેરિકામાં 2000 કરોડની લાંચના આરોપમાં કેસ આ બધા પાછળ દિગ્ગજ ઉદ્યોગકાર અંબાણીનો હાથ હોવાની ચર્ચા છે તો તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પર ONGCના 24000 કરોડ રૂપિયાની ગેસ ચોરીનો આરોપ લાગ્યો છે તેની પાછળ અદાણી હોવાની ચર્ચા છે.
મુકેશ અંબાણીનું એક વખતે દેશ પર એકચક્રી શાસન હતું, પરુંતું હવે ગૌતમ અદાણી બધા ક્ષેત્રો પર હાવી થઇ રહ્યા છે.

