
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની ખુશી આ વખતે સાતમા આકાશે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ એક સુંદર ઓરેન્જ SUV, લેન્ડ રોવર ખરીદી છે. તે ગુરુવારે મુંબઈના રસ્તાઓમાં પોતાની નવી કારમાં ફરતી જોવા મળી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નતાશા પોતાનું જિમ સત્ર પૂર્ણ કર્યા બાદ પોતાની નવી કાર ચલાવતી જોવા મળી રહી છે. નતાશાની લક્ઝરી SUVની કિંમત 3.04 કરોડ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે. યુઝર્સ નતાશાના વીડિયો પર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘હાર્દિક પંડ્યાના પૈસાથી ખરીદી છે…’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તમે બધું જ ડિઝર્વ કરો છો.
નતાશા અને હાર્દિકે લગ્નના 4 વર્ષ બાદ જુલાઈ 2024માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દંપતીના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. હવે ભલે તેઓ અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના પુત્ર અગસ્ત્યનો ઉછેર સાથે કરી રહ્યા છે. અગસ્ત્ય તેની માતા સાથે રહે છે. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા એકલવાયું જીવન જીવી રહી છે. તો, હાર્દિક હાલમાં મહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. એવા અહેવાલો છે કે બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં કપલ લગ્ન કરશે. તાજેતરના એક વીડિયોમાં મહિકાની આંગળી પર હીરાની વીંટી જોવા મળી હતી, જેણે આ અફવાઓને વેગ આપ્યો હતો. જો કે માહિકા કે હાર્દિકે સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી નથી.

