
ગુજરાતમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને બહુચરાજી પોલીસે આખરે ઝડપી પાડી છે. નકલી દસ્તાવેજો અને મેરેજ બ્યુરોની મદદથી 18 જેટલા યુવાનો સાથે લગ્ન કરાવી 52 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આ ટોળકી લાંબા સમયથી પોલીસને ગેરમાર્ગે દોરતી હતી. આખરે સચીન પટેલની ફરિયાદ પરથી આ ગેંગનો ભાંડો ફૂટી ગયો છે.
સચીન પટેલ નામના યુવાને પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેના લગ્ન ચાંદની નામની યુવતી સાથે થયા હતા અને 4 જ દિવસમાં તે 5 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગઇ હતી. પોલીસે તપાસ કરીને આખી ગેંગને પકડી પાડી છે. જેમાં રશ્મીકા અને ચાંદની બે મુખ્ય યુવતીઓ ટાર્ગેટ શોધીને યુવાનો સાથે લગ્ન કરે અને પછી માલમત્તા લઇને ફરાર થઇ જાય, રશ્મીકાએ 4 અને ચાંદનીએ 14 લગ્ન કર્યા છે. ગેંગમાં ચાંદનીની માતા, બનેવી, દલાલ બધા સામેલ છે.

