
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશમા કહ્યું કે, એક પરણીત પુત્રી 70 ટકા દિવ્યાંગ છે અને પંજાબ સિવિલ સર્વિસ રૂલ્સ હેઠલ તેના દિવગંત પિતાના ફેમિલી પેન્શનનો એમ કહીને ઇન્કાર ન કરી શકાય કે, તે પરણીત છે અને તેનો 100 ટકા દિવ્યાંગ પતિ સરકાર માટે કામ કરીને વર્ષે 4 લાખ રૂપિયા કમાઇ છે. કોર્ટે આદેશ કર્યો કે મહિલાને આજીવન તેના પિતાનું ફેમિલી પેન્શન આપવામાં આવે.
પંજાબમાં સુરિન્દર પાલ સરકારી નોકરી કરતા હતા અને તેમનું 2014માં નિધન થયુ હતું. તેમના પત્ની 2012માં અવસાન પામ્યા હતા. સુરિન્દર પાલની સત્તાવાર વારસદાર તેમની એક માત્ર દિકરી હતી. પરંતુ સરકારે ફેમિલી પેન્શન આપવાનો એમ કહીને ઇન્કાર કર્યો તેનો પતિ વર્ષે 4 લાખ રૂપિયા કમાણી કરે છે.
