fbpx

રાહુલ ગાંધીએ SIRને થોપવામાં આવેલો જુલમ ગણાવ્યો, જાણો X પર બીજું શું-શું લખ્યું?

Spread the love

રાહુલ ગાંધીએ SIRને થોપવામાં આવેલો જુલમ ગણાવ્યો, જાણો X પર બીજું શું-શું લખ્યું?

રાહુલ ગાંધી મતદાર યાદી સુધારણા (SIR) પર ગુસ્સે ભરાયા છે. તેમણે કહ્યું કે, SIR કોઈ સુધારો નહીં, પરંતુ થોપવામાં આવેલો જુલમ છે. તેમણે X પર એક પોસ્ટ કરતા આ વાત કહી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ બનાવી છે, જેનાથી મતદારોને થાકીને હારી જાય, અને મત ચોરી રોક-ટોક વિના ચાલુ રહે.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં BLO આત્મહ*ત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે લખ્યું હતું કે, ‘SIRના નામે દેશભરમાં અફરાતફરી મચાવી રાખી છે- પરિણામ? 3 અઠવાડિયામાં 16 BLOએ પોતાના જીવ ગુમાવ્યા. હાર્ટએટેક, તણાવ, આત્મહત્યા- SIRએ સુધારો નહીં, થોપવામાં આવેલો જુલમ છે.’

rahul

તેમણે SIR દ્વારા મત ચોરીનો આરોપ લગાવતા આગળ લખ્યું હતું કે, ‘ECIએ એક એવી સિસ્ટમ બનાવી છે જ્યાં નાગરિકોને પોતાને શોધવા માટે 22 વર્ષ જૂની મતદાર યાદીઓના હજારો સ્કેન કરેલા પાનાં ફેરવવા પડે છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: યોગ્ય મતદારો થાકીને હારી જાય અને મત ચોરી રોક-ટોક વિના સતત ચાલુ રહે.’

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની પારદર્શિતા અને જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું કે, ‘ભારત વિશ્વ માટે અત્યાધુનિક સોફ્ટવેર વિકસાવે છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ હજુ પણ કાગળનું જંગલ ઊભું કરવા પર આગ્રહી છે. જો ઇરાદા સ્પષ્ટ હોત, તો યાદી ડિજિટલ, સર્ચેબલ અને મશીન-રિડેબલ હોત- અને ECI 30 દિવસની ઉતાવળમાં કામ પૂર્ણ કરવાને બદલે ઉચિત સમય લઈને પારદર્શિતા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરતું.’

rahul

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, ‘SIR એક ઇરાદાપૂર્વકની ચાલ છે – જ્યાં નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને BLOના બિનજરૂરી દબાણને કારણે થતા મૃત્યુને ‘કોલેટરલ ડેમેજ’ માનીને અવગણવામાં આવી રહ્યા છે. આ નિષ્ફળતા નહીં, ષડયંત્ર છે – સત્તાના રક્ષણ માટે લોકશાહીની બલિ છે.’

error: Content is protected !!