
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 21 નવેમ્બર,શુક્રવારે 70 પૈસા જેટલો તુટીને 89.41ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો. ભારતીય રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે તેના વિશે જાણકારી આપીશું.
નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની અનિશ્ચિતતાને કારણે સેન્ટીમેન્ટ નબળું પડ્યું છે. બજારમાં રિસ્ક ઓછું કરવાની વૃતિ વધી છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રૂપિયાને તુટતો અટકાવવા માટે કોઇ હસ્તક્ષેપ કરતી નથી. ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ વર્ષમાં 16.5 અબજ ડોલરનો માલ વેચીને ડોલર ભારત બહાર મોકલી દીધા છે.
નિકાસ ઘટવાને કારણે ડોલરનો સપ્લાય ઓછો થયો છે અને તેની સામે આયાતકારો સતત હેજિંગ કરી રહ્યા છે જેને કારણે ડોલરની માંગમાં વધારો થઇ રહ્યો છે.

