fbpx

રોડ પર મોમોઝ વેચીને આ વ્યક્તિ મહિને 31 લાખ રૂપિયા કમાયો

Spread the love

રોડ પર મોમોઝ વેચીને આ વ્યક્તિ મહિને 31 લાખ રૂપિયા કમાયો

શું કોઈ મોમોઝ વેચનાર દરરોજના રૂ. 1 લાખ કમાઈ શકે છે? તમારો જવાબ ગમે તે હોય શકે, પરંતુ, જો આ વીડિયો પર વિશ્વાસ કરવામાં આવે તો તે શક્ય છે, જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પછી, બેંગલુરુમાં એક મોમોઝની દુકાન ઇન્ટરનેટ પર પ્રખ્યાત થઇ ગઈ. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ત્યાં મોમોઝ વેચનાર યુવક ઘણા કોલેજ ગ્રેજ્યુએટ્સ કરતા પણ વધુ કમાણી કરે છે.

ઇન્સ્ટાગ્રામ ક્રિએટર cassiusclydepereiraએ એક વીડિયો બનાવ્યો અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. આ વીડિયોમાં કૈસી પોતે બેંગલુરુમાં એક પ્રખ્યાત મોમોઝની દુકાન પર એક દિવસ કામ કરતા દેખાય છે. તે એ સાબિત કરવા માંગતો હતો કે, શું મોમોઝ વેચનાર BCom ગ્રેજ્યુએટ કરતા વધુ કમાણી કરી શકે છે. આ કામ કરવા માટે, તેણે મોમોઝ સજાવવાનું, ગ્રાહકો સાથે વાતચીત કરવાનું અને દુકાનના કામકાજને સમજવાનું શીખ્યો. કૈસીને શરૂઆતમાં થોડો ગભરાટ થયો હતો, પરંતુ જેમ જેમ ગ્રાહકો આવવા લાગ્યા, તેને સમજાયું કે આ દુકાન કેટલી લોકપ્રિય અને વ્યસ્ત છે.

06

વિડિઓ અનુસાર, દુકાન શરૂઆતથી જ ગ્રાહકોથી ભરેલી હતી. પહેલા કલાકમાં, દુકાને 118 પ્લેટ મોમો વેચી દીધા. સાંજ પડતાં ભીડ વધુ વધતી ગઈ. પીક અવર્સ દરમિયાન, કૈસીને એકસાથે ઘણા કાર્યો કરવા પડ્યા હતા, મોમો તળવાનું  ખાસ પ્લેટ ગોઠવવાનું, લાઇનમાં ઉભેલા લોકોને ગરમ સૂપ પીરસવાનું અને પાણી આપતો પણ જોવા મળ્યો હતો.

આ મોમોઝની દુકાન દિવસમાં ફક્ત પાંચ કલાક માટે ખુલ્લી રહે છે, સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. જે ​​દિવસે કૈસીએ આ વીડિયો બનાવ્યો, તે દિવસે દુકાને લગભગ 950 પ્લેટ મોમોઝ વેચી. દરેક પ્લેટની કિંમત રૂ. 110 હતી. આનો અર્થ એ થયો કે દુકાને એક સાંજે કુલ રૂ. 1,04,500 કમાયા. આની ગણતરી કરતા વીડિયોમાં દુકાનની માસિક આવક લગભગ રૂ. 31.35 લાખ હોવાનો અંદાજ બતાવવામાં આવ્યો.

05

આ આંકડા બિલકુલ સાચા હોય કે ન હોય, આ વીડિયોએ લોકોની અંદર જબરદસ્ત ચર્ચા જગાવી છે. વીડિયો ઝડપથી વાયરલ થયો, અને તેણે લાખો લાઈક્સ મેળવ્યા. ટિપ્પણી વિભાગ મીમ્સ અને રમુજી પ્રતિક્રિયાઓથી ભરાઈ ગયો. એક યુઝરે મજાકમાં પૂછ્યું કે, શું દુકાન ઇન્ટર્નશિપ પણ કરાવે છે. બીજાએ લખ્યું કે, તેની રોજની કમાણી પોતાની એક વર્ષની કમાણી કરતાં વધુ હતી. જોકે, બધા આ વાત સાથે સંમત ન હતા. કેટલાક વપરાશકર્તાઓએ એવી ગણતરી કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પાંચ કલાકમાં 900થી વધુ પ્લેટ વેચવી લગભગ અશક્ય લાગી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!