
કંપનીએ આખરે અગાઉ પોતાના કહેલા નિવેદન મુજબ ભારતમાં તેનો સૌથી સસ્તો સ્માર્ટફોન નથિંગ ફોન 3A લાઇટ લોન્ચ કર્યો છે. નથિંગ ફોન 3A લાઇટ ગયા મહિને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવ્યો હતો. નવા નથિંગ ફોન 3Aમાં 6.77-ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 7300 ચિપસેટ અને 256GB સુધી બિલ્ટ-ઇન સ્ટોરેજ મળે છે. નથિંગના આ સસ્તા ફોનમાં 50MP ટ્રિપલ રીઅર કેમેરા પણ છે. ચાલો આપણે જાણી લઈએ આ હેન્ડસેટની કિંમત અને સુવિધાઓ વિશે તમામ વિગત..

નથિંગ ફોન (3A) લાઇટના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 20,999 છે, જ્યારે 8GB RAM અને 256GB સ્ટોરેજ મોડેલની કિંમત રૂ. 22,999 છે. આ ફોન 5 ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિન્ટ્સ અને પસંદગીના ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. લોન્ચ ઓફરના ભાગ રૂપે, કંપની 1000 રૂપિયા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Nothing Phone 3A Lite સ્માર્ટફોનમાં 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે 6.77-ઇંચ (1080 x 2392 પિક્સેલ્સ) ફુલHD+ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવેલી છે. સ્ક્રીન 480Hz ટચ સેમ્પલિંગ રેટ, 800 nits લાક્ષણિક/1300 nits આઉટડોર અને 3000 nits પીક બ્રાઇટનેસ આપે છે. હેન્ડસેટમાં પાંડા ગ્લાસ પ્રોટેક્શન પણ છે.

આ Nothing સ્માર્ટફોન 2.5GHz ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રો 4nm પ્રોસેસર આપવામાં આવેલું છે. ફોનમાં Mali-G615 MC2 GPU પણ છે. આ ડિવાઇસ 8GB RAM અને 128GB/256GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. ફોનના સ્ટોરેજને માઇક્રોSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે.

Nothing Phone 3A સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15-આધારિત Nothing OS 3.5 પર ચાલે છે. આ હેન્ડસેટ હાઇબ્રિડ ડ્યુઅલ-સિમ (નેનો) ટેકનોલોજીને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં f/1.88 અપર્ચર સાથે 50MP પ્રાઇમરી સેન્સર, f/2.2 અપર્ચર સાથે 8MP અલ્ટ્રા-વાઇડ સેન્સર અને f/2.4 અપર્ચર સાથે 2MP મેક્રો સેન્સર છે. આ હેન્ડસેટમાં 16MP ફ્રન્ટ કેમેરા પણ છે જે 60fps પર 1080p સુધી વિડિયો રેકોર્ડ કરી શકે છે. સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ છે.

Nothingનો આ સસ્તો ફોન USB Type-C ઓડિયો અને નીચે-માઉન્ટેડ સ્પીકર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ 164x 78x 8.3mmનું માપ છે અને તેનું વજન 199 ગ્રામ છે. આ ફોન ધૂળ અને સ્પ્લેશ પ્રતિરોધક (IP54) છે. મોટી 5000mAh બેટરી દ્વારા સંચાલિત, તે 33W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે, Nothing Phone 3a Lite 5G, Dual 4G VoLTE, Wi-Fi 6 802.11ax, Bluetooth 5.3, GPS, USB Type-C અને NFC જેવા ફીચર્સ સાથે આપવામાં આવ્યા છે.

