પ્રાંતિજના સોનાસણ ગામે ખેતરની હદના પાળાને લઈ તકરાર
-મહિલા સહિત ત્રણ જણાને લાકડી વડે ઢોર માર માર્યો
-મહિલા સહિત યુવકને ઢોર માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
-હાથમાં લાકડી લઈ આવેલ યુવક સહિત ત્રણ જણાએ ઢોર માર માર્યાની ફરિયાદ
-પ્રાંતિજ પોલીસે સ્થાનિક ત્રણ શખ્શો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે ખેતરના પાળા મુદ્દે મારપીટ તો મહિલા સહિત ત્રણને લાકડીઓથી માર માર્યાની ફરિયાદ CCTV ફૂટેજ આવ્યા સામે


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે ખેતરની હદના પાળા મુદ્દે તકરાર થઈ હતી આ મામલે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં એક મહિલા અને એક યુવક સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો હતો હુમલાખોરો હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને તેમણે મારપીટ કરી હતી આ અંગે ભોગ બનનાર હેત દિનેશભાઇ કાલીદાસ પટેલ ઉ.વર્ષ-૨૦ રહે સોનાસણ તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગીરીશભાઈ કાલીદાસ પટેલ , રવિ મુકેશભાઇ પટેલ , અજય મુકેશભાઇ પટેલ તમામે-તમામ રહે સોનાસણ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસે સ્થાનિક ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બનશે
જીલ રાવલ સાબરકાંઠા

