
એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇસીઝનો દેશનો સૌથી મોટો 25000 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યુ 24 નવેમ્બર, મંગળવારે ખુલ્યો અને 10 ડિસેમ્બર 2025ના દિવસે બંધ થશે.
કંપનીએ 1800 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે અને 25 નવેમ્બરના દિવસે 2338 રૂપિયા પર હતો. કંપની આના માટે 13.85 કરોડ નવા શેરો ઇશ્યુ કરશે અને અદાણી એન્ટરપ્રાઝીસના જે શેર હોલ્ડર્સ છે તેમને 25 શેર દીઠ 3 શેર રાઇટ્સ તરીકે અપાશે. મતલબ કે જો તમારી પાસે 100 શેર હોય તો તમને 12 શેર રાઇટ્સ તરીકે ભરવા મળશે. પણ રાઇટ્સ ભરવા ફરજિયાત નથી.
અદાણી એન્ટરપ્રાઇઝીસમાં કંપની પ્રમોટર્સનું હોલ્ડીંગ 74 ટકા છે. ગ્રુપની માર્કેટ વેલ્યૂ 2 લાખ કરોડ પર છે.

