
આ દુનિયામાં ઘણા બધા જીવ-જંતુઓ છે. તેમાંથી ઘણા બધા જીવ કે પછી પ્રાણીઓને લોકો પ્રેમ કરે છે, જ્યારે કેટલાકથી ડરીને દૂર રાખે છે. જે ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. સાંપ પણ એક એવો જીવ છે જેનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. જો સાંપ કરડે છે, તો તેમના જીવ જોખમમાં મુકાય જાય છે. આ જ કારણ છે કે લોકો સાંપથી અંતર જાળવી રાખે છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે સમજે છે કે સાંપનો જીવ પણ મહત્ત્વપૂર્ણ હોય છે અને તેઓ તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. એક શખ્સે પણ કંઈક આવું જ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેના કાર્ય માટે તેની પ્રશંસા પણ થઈ રહી છે.

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સાંપ બેભાન થઈ ગયેલો જોવા મળે છે. એક શખ્સ સાંપને CPR આપી રહ્યો છે, જેથી તેની જિંદગી બચી જાય. વીડિયોમાં જોવા મળે છે કે તે સાંપને પકડીને CPR આપી રહ્યો છે. થોડીવાર CPR કર્યા બાદ પણ જ્યારે કંઈ થતું નથી, ત્યારે તે સાંપના શરીરને એક જગ્યાએ દબાવતો જોવા મળે છે. થોડા સમય બાદ, સાંપ ફરીથી ભાનમાં આવી જાય છે અને તેનું શરીર હલતું જોઈ શકાય છે. શખ્સે CPR આપીને સાંપનો જીવ બચાવ્યો, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
રાજ્યના મંત્રી અર્જૂન મોઢવાડિયાએ આ શખ્સનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં તેની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે, ‘વલસાડના નાનાપોંઢા તાલુકાના આમધા ગામે લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડે વીજ કરંટ લાગવાથી મૂર્છિત અવસ્થામાં પહોંચેલ સાપને CPR આપીને નવ જીવન આપવામાં આવ્યુ. મુકેશભાઈ વાયડ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની માનવતા મહેકાવતી કામગીરી અભિનંદનને પાત્ર છે.

આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પણ છે, કુદરત તરફથી આપણા ગુજરાતને વન્યજીવનો સમુદ્ધ વારસો પ્રાપ્ત થયો છે, ત્યારે આપણી આ અનમોલ ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના માગર્દર્શન અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે કામ કરી રહી છે.’ આ જ વીડિયોમાં તેઓ સાંપને બચાવનાર શખ્સ સાથે વાત કરીને આ અંગે માહિતી લઇ રહ્યા છે.

