
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ ( અમેડમેન્ટ )બિલ 2025 રજૂ કર્યું અને સંસદમા પસાર પણ થઇ ગયું હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે.
આ બિલને કારણે વ્યસન કરનારા લોકોને મોટો ઝટકો મળવાનો છે. કારણકે, એક સિગારેટના ભાવ લગભગ 11 રૂપિયા વધી જશે અને તંબાકુ ગુટકા પર પણ 5થી 6 રૂપિયાનો વધારો થશે.સરકારનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ સ્વાસ્થય અને રાષ્ટ્રની સુરક્ષા માટે વપરાશે અને ભાવ વધવાને કારણે લોકોની ખરાબ આદતોમાં ઘટાડો થશે.
GST આવ્યા પછી તંબાકુ પ્રોડક્ટસ પર અસ્થાયી સેસ લગાવવામાં આવ્યો હતો જે હવે ખતમ થવા જઇ રહ્યો છે ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દેવાનો નિર્ણય લીધો છે.

