
ગુજરાતી ફિલ્મ લાલોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી અને 100 કરોડની કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ તરીકે ઇતિહાસ રચી દીધો. પરંતુ લાલો ફિલ્મનું જયાં શૂટીંગ થયું તે ઘર માલિકને હજુ પણ ખાવાના ફાંફા છે.
લાલો ફિલ્મનું શૂટીંગ જૂનાગઢના વાણંદ ડેલીમાં થયું હતું. આ ઘરના માલિક ભાવનાબેન વાળાની આર્થિક સ્થિતિ સારી નથી પતિ અને 23 વર્ષના દીકરા સાથે રહે છે અને દીકરો મજૂરી કરીને જે લાવે તેમાંથી ઘર ચાલે છે. ભાવનાબેને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, લાલા ફિલ્મના આયોજકો 2 દિવસનું શૂટીંગ કહીને 15 દિવસ કરી ગયા અને એક રૂપિયો આપ્યો નહીં. ફિલ્મ ચાલી પછી નથી ફોન કરતા કે નથી મળવા આવતા. શૂટીંગ કરતા ત્યારે માસી માસી કહીને વ્હાલથી વાત કરતા હતા.

