5.jpg?w=1110&ssl=1)
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 4 ડિસેમ્બરે નવી લાયબ્રેરી અને રમત ગમતનું ઉદઘાટન કરવા વડગામ જવાના છે. વડ ગામએ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીની સીટ છે. જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે, 8 ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે. આ પહેલાં પણ સંઘવી વિશે મેવાણી બેફામ બોલી ચૂક્યા છે.
જિગ્નેશ મેવાણીએ બંધારણ અને ઇતિહાસ જાણી લેવો જોઇએ. ડો. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં ઓછુ ભણેલાને પણ ચૂંટણી લડવાની છુટ આપેલી છે અને ઇતિહાસની વાત કરી તો કોંગ્રેસના એક દિગ્ગજ નેતા કે. કામરાજ 1954માં તમિલનાડુના મુખ્યમંત્રી હતા અને તેમણે 12 વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધેલું અને અંગ્રેજી પણ નહોતું આવડતું છતા નહેરુના ગયા પછી તેમણે કોંગ્રેસ સભાળેલી. સોનિયા ગાંધી ગ્રેજ્યુએટ થયા હોય તેવો રેકોર્ડ કોઇ જગ્યાએ નથી.

