
ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં 21 દિવસનું વેકેશન પડતું હોય છે, પરંતુ આ વખતે મહિનો પુરો થવા છતા ઘણા નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા કારખાના ખુલ્યા નથી. મોટી મોટી ફેકટરીઓ શરૂ થઇ ગઇ છે. જો કે લેબગ્રોન ડાયમંડના કારખાનાઓ ફુલફ્લેજ શરૂ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે લગભગ 3 વર્ષથી ચાલી રહેલી મંદીને કારણે નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા અનેક નાના કારખાનેદારો બજારમાંથી નિકળી ગયા છે. નેચરલ ડાયમંડમાં હજુ નજીકના ભવિષ્યમાં કોઇ મોટી આશા પણ દેખાતી નથી. એવા સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે નેચરલ ડાયમંડનો બિઝનેસ ગણ્યા ગાંઠ્યા મોટા ઉદ્યોગપતિઓના હાથમાં જ રહેશે.નેચરલ ડાયમંડ વાળા પણ હવે લેબગ્રોનમાં પડી ગયા છે.

