
કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે જળ પ્રદુષણ કરનારને 3 મહિનાની જેલની સજા હતી. જે હવે સરકારે કાઢી નાંખી છે, પણ સાથે દંડની રકમ વધારી દીધી છે.
જો કોઇ મોટું જળ પ્રદુષણ નહીં હોય તો 10,000થી 15 લાખનો દંડ, પરંતુ મોટું જળ પ્રદુષણ હોય જેમાં માનવ જીવન પર અસર થતી હશે તો દંડની રકમ 15 લાખથી 1 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં પાણીનો ઉપયોગ કરનારા ઉદ્યોગો જોઇએ તો ટેક્સટાઇલના ડાઇંગ હાઉસ, ફાર્મા અને કેમિકલ ઉદ્યોગ છે. સુરતમા જ રોજનું 100 કરોડ લીટર પાણી વપરાય છે.
જળ પ્રદુષણના કેસમાં પોલીસ વચ્ચેથી નિકળી જશે એટલે ઉદ્યોગકારોને રાહત રહેશે.

