
ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની યાત્રા 7 જિલ્લા અને 1100 કિ.મીનું અંતર કાપી ચૂકી છે. કોંગ્રસની જનઆક્રોશ યત્રાનો પહેલા તબક્કો બુધવારે પુરો થયો. હવે બીજા તબક્કો મધ્ય ગુજરાત, ત્રીજો સૌરાષ્ટ્ર, ચોથો દ.ગુ અને પાંચમો તબક્કો કચ્છમાં હશે.
ખેડુતો, બેરોજગારી, નશીલા પદાર્થ જેવા મુદ્દાઓ સાથે કોંગ્રેસની યાત્રા નિકળી રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે કોંગ્રેસની યાત્રાની કોઇ અસર નહોતી પડતી, પરંતુ આ વખતે દારુ અને નશીલા પદાર્થનો મુદો કોંગ્રેસને મળી ગયો અને એક પાવરફુલ નેતા તરીકે જિગ્નેશ મેવાણી મળી ગયા એટલે જનઆક્રોશ યાત્રા ભારે ચર્ચામાં આવી ગઇ.

